તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારોહ:બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે: બાવળિયા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર મૈત્રી વિદ્યાપીઠ ખાતે શ્રૈષ્ઠ શિક્ષણ તરીકે સન્માનીત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર મૈત્રી વિદ્યાપીઠ ખાતે શ્રૈષ્ઠ શિક્ષણ તરીકે સન્માનીત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગરમાં શિક્ષક દિવસ નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાના કાર્યક્રમનું મૈત્રી વિદ્યાપીઠ ખાતે આયોજન કરાયું હતું. જેમાં પાણી પુરવઠા મંત્રીના હસ્તે જિલ્લા કક્ષાના 3, તાલુકા કક્ષાના 1 શિક્ષકનું શ્રૈષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર સ્થિત મૈત્રી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ પારિતોષિક પસંદગી સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ લોકોને સંબોધતા જણાવ્યું કે, બાળકોમાં સુ-સંસ્કારનું સિંચન થકી તેમનામાં સામાજીક ભાવનાની સાથે રાષ્ટ્રીય ભાવનાનું નિર્માણ કરવાની જવાબદારી શિક્ષકોની છે. જ્યારે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિએ તેમને યાદ કર્યા હતા.

ત્યારબાદ વઢવાણના કે.પી.ગર્લ્સ સ્કુલના સરીતાબેન પરમાર, સાયલાના વડિયા પ્રાથમિક શાળાના નીતિનકુમાર પંચાલ, થાન સરોડી પ્રથમિક શાળાના દિપ્તીબેન ગોહિલ, મુળી ટીડાણાના મહેશભાઇ દલસાણીયા એમ જિલ્લાના 3 અને તાલુકા કક્ષાના 1 શિક્ષકેન શાલ પ્રશસ્તિપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, નૌશાદભાઇ સોલંકી, જિલ્લા વિકાસઅધિકારી નવનાથ ગવ્હાણે, પ્રાંત અધિકારી અનીલભાઇ ગોસ્વામી, જિલ્લશિક્ષણાધિકારી એસ.એમ.બારડ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરા, સંયુક્તપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, જિ.ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...