તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:આવતી કાલ સુધીમાં નર્મદાનું પાણી માળીયા શાખા કેનાલ સુધી પહોંચી જવાની તંત્રની હૈયાધારણા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આવતી કાલ સુધીમાં નર્મદાનું પાણી માળીયા શાખા કેનાલ સુધી પહોંચી જવાની તંત્રની હૈયાધારણા - Divya Bhaskar
આવતી કાલ સુધીમાં નર્મદાનું પાણી માળીયા શાખા કેનાલ સુધી પહોંચી જવાની તંત્રની હૈયાધારણા
  • પૂર્વ ધારાસભ્ય સરકારે જાહેરાત કરી હોવા છતાં પાણી ન અપાતા તંત્ર સામે ખુલ્લેઆમ મેદાને

મોરબીની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા માટે પૂર્વ ધારાસભ્ય મેદાને આવ્યા હતા. અને સરકારે અગાઉ જાહેરાત કરી હોવા છતાં સબંધિત તંત્ર અણીના સમયે ખેડૂતોને સિંચાઈની સુવિધા ન આપીને અન્યાય કરતા હોવાના બળાપા સાથે તેઓએ તંત્ર સામે લડાયક મિજાજ અપનાવી 48 કલાકમાં પાણી નહિ મળે તો આંદોલન છેડવા ચીમકી આપી હતી. આ અંગે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો સંપર્ક કરાતા એમણે જણાવ્યું કે, આવતી કાલ સુધીમાં નર્મદાનું પાણી માળીયા શાખા કેનાલ સુધી પહોંચી જવાની તંત્રની હૈયાધારણા છતાં હું ખેડૂતો સાથે જ છુ.

ખેડૂતોની વહારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા આવ્યા નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા માટે પાણી આપવામાં આવશે તેવી સરકારે અગાઉ જાહેરાત કરી હતી. પરંતુ કેનાલની સફાઈ ન થઈ હોવાને લઈને તથા અન્ય કારણોસર ખેડૂતોને હજુ સુધી પાણી મળ્યું નથી. બીજી તરફ આગોતરું વાવેતર સિંચાઈના અભાવે મુરજાઈ રહ્યું છે. આથી ખેડૂતો બેહાલ બની ગયા છે. આવા સંજોગોમાં ખેડૂતોને તાત્કાલિક પાણી નહિ મળે તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાના એંધાણ વર્તાય રહ્યાં છે. ત્યારે ખેડૂતોની વહારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા આવ્યા હતા.

ખેડૂતોની સમસ્યા હલ થઇ જતાં આંદોલન મોકૂફ

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ તંત્રને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ખેડૂતોને પાણી નહીં મળે તો તેઓ તંત્રની સામે ઉગ્ર આંદોલન કરશે. કારણ કે મહેનતકશ ખેડૂત માંડ બિયારણ અને ખાતર ભેગુ કરે છે. પણ પાણીના અભાવે તંત્રની બેદરકારીને લઈને ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન જશે, જે અસહ્ય છે. માળિયાની પ્રજાને કાયમી સહન જ કરવું પડે તે અન્યાય કારક છે. જેની સામે તેઓએ અવાજ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતીયાની તંત્ર સામે લાલ આંખ બાદ ઉંઘમાંથી સફાળા જાગી હળવદના 16 જેટલા ખેડૂતો સામે કેસ કરવાની સાથે હળવદ તાલુકામાં પાણીનો બગાડ કરતા 61 સબમર્શિબલ અને 45 ખેડૂતોના ડીઝલ મશીન બંધ કરવાની સાથે કેનાલ સફાઇનું કામ પણ યુદ્ધના ધોરણે શરૂ કરાયું હતુ.

અંગે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો સંપર્ક કરાતા એમણે જણાવ્યું કે, નર્મદા વિભાગના રાવલભાઇ સાથે વાત થઇ છે કે, આવતી કાલ સુધીમાં નર્મદાનું પાણી માળીયા શાખા કેનાલ સુધી પહોંચી જવાની તંત્રની હૈયાધારણા છતાં હું ખેડૂતો સાથે જ છુ. હાલ પુરતુ ખેડૂતોની સમસ્યા હલ થઇ જતાં આંદોલન મોકૂફ રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...