રાવ ઉઠી:મતદાર નોંધણીની સમય મર્યાદામાં કામગીરી કરવી શકય લાગતી નથી : પ્રા.શિક્ષક સંઘ

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત તમામ બીએલઓ કે જે મોટા ભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો જ છે. તેમજ સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જ્યારથી સરકાર દ્વારા ગરૂડાએપ દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બીએલઓને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઉઠી છે.

આ ઉપરાંત નિયત સમય મર્યાદામાં આ કામગીરી કરવી શકય લાગતુ ન હોવાની સાથે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ જે. સભાડ, મહામંત્રી ગંભીરસિંહ પી.બોરાણા સહિતના લોકોએ જિલ્લા કલેકટરને લેખિત આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ કેટલાય બીએલઓ ટેકનોલોજીનો મર્યાદિત જ ઉપયોગ કરતા હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલ ભરેલી લાગે છે. અને જો આ કામગીરી કરશે તો મતદાર યાદી ક્ષતિવાળી બનશે તેવી સંભાવના પણ છે. દરેક શાળામાં હાલ કમ્પ્યૂટર કે ઇન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી. જેથી શાળા કક્ષાએ રહીને પણ આ કામગીરી કરવી અસંભવ છે. તમામ ફોર્મ ગરૂડા એપ બીએલઓસ દ્વારા સમયમર્યાદામાં ઓનલાઈન કરવા અશક્ત છે. આ કામગીરી અંતર્ગત ફોર્મ એકંદરે કરી ઓફિસ કક્ષાએથી ડેટા એન્ટ્રી થાય તેમ કરવું અથવા દરેક બીએલઓને ઇન્ટરનેટ કનેકશન સાથે ટેબલેટ પુરૂ પાડવુ જેથી આ કામગીરી થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...