તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:થાન તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં ફોર્મ રજૂ ન કરવાનો મુદ્દો HCમાં : ફોર્મ રજૂ ન કરનારા પ્રભારી સામે ગુનો દાખલ કરો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક

થાન તાલુકા પંચાયતની 16 બેઠક માટે કોંગ્રેસે મેન્ડેડ રજૂ ન કરતાં ભાજપની 7 બેઠક બીનહરીફ જાહેર થઇ ચૂકી છે. ત્યારે મેન્ડેડ રજૂ ન કરવાને તાલુકા પ્રમુખે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં તો પીટીસન દાખલ કરી જ છે. સાથે સાથે પોલીસને પણ અરજી આપતા ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસના તાલુકા પ્રમુખ ભુપતભાઇ મેરૂભાઇ ગાંગડીયાએ થાન પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, અમોએ કોંગ્રેસના અગ્રણી શિવકુભાઇ બાવકુભાઇ ખવડ વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરવા માટે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. વધુમાં જણાવ્યુ હતુ કે તા.12 ફેબ્રુઆરીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડે અમને તેમના સાયલા ખાતેના ઘરે બોલાવ્યા હતા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની બેઠકના કુલ 18 મેન્ડેડ આપ્યા હતા. જેમાં જામવાડી, સારસાણા, સોનગઢ, ઉંડવી અને વિજળીયા બેઠકના ફોર્મ અમે જમા કરાવી દિધા હતા. બાકીના ફોર્મ નિવૃત સર્કલ દિલીપભાઇ પરમાર પાસે જઇને રાત્રીના 2 વાગ્યા સુધી બેસીને અમે મેન્ડેડ સાથે ભર્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની વિજળીયા બેઠકનું ફોર્મ ભરવાની જવાબદારી ઉમેદવારને સોપી હતી.

શિવકુભાઇ ખવડે મને કહ્યુ હતુ કે, બાકીના ફોર્મ હું 2 વાગ્યા સુધીમાં જમા કરાવી આવીશ. તુ ચોટીલાનું કામ પતાવી આવજે. તા.12 ફેબ્રુઆરીના દિવસે શિવકુભાઇ ભુપતભાઇ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતા. અને ફોર્મ જમા કરાવી આવવાની વાત પણ કરી હતી. બાદમાં શિવકુભાઇએ ભુપતભાઇને ફોન કરીને કહ્યુ હતુ કે સારસાણાની એસટીની અનામત સીટ ઉપર કોળી અને ભરવાડ જ્ઞાતી વચ્ચે સંધર્ષ થાય તેમ છે. આથી તુ આવતો નહી. તેમ કહી શિવકુભાઇએ મને મોહરો બનાવ્યો છે.

હું ઝેરોક્ષ કરાવવા ઊભો હતો ત્યારે કોઇ ફોર્મ લઇ જતુ રહ્યું
મારા ધર્મપત્નીનું ફોર્મ ભરવાનું હતુ. બધા ફોર્મ લઇ હું નિકળ્યો હતો. કેટલાક કાગળોની ઝેરોક્ષ કરવા માટે ગયો તે સમયે કોઇ ફોર્મ લઇને જતુ રહ્યુ હતુ. આ બાબતે હું અજાણ છુ. મારી પરના આક્ષેપ ખોટા છે.> શિવકુભાઇ ખવડ, થાન કોંગ્રેસ પ્રભારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો