તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સુરેન્દ્રનગર સબજેલ ક્વાર્ટર્સમાં આઇસોલેશન વોર્ડ બનાવાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારી કે કર્મચારી સંક્રમીત થાય તો તેમના પરિવાર કોરોનાથી સુરક્ષિત રહે તે માટે સુવિધા શરૂ કરી : સબજેલ અધિક્ષક

સુરેન્દ્રનગર સબજેલમાં ફરજ દરમિયાન અધિકારી કે કર્મચારી કોરોના સંક્રમિત થાય તો જેલમાં જ ક્વોરન્ટાઇન કરી શકાય તે માટે આઇસોલેશન વોર્ડ બનાવાયા છે. બે ક્વાર્ટર્સમાં બનાવેલ આ વોર્ડમાં દર્દી માટે ફળ,ચા,નાસ્તો જમવા સાથે આયુર્વેદિક દવા,ગરમ પાણી સહિત વ્યવસ્થા કરાઇ છે.સુરેન્દ્રનગર સબજેલ ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થાય તો તેમના પરિવારના આરોગ્યની સલામતિ જળવાય માટે સુવિધા શરૂ કરાઇ છે. જેમાં સબજેલના બે ક્વાર્ટર્સમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે.

જેમાં ક્વોરન્ટાઇન દરમિયાનની તમામ જરૂરિયાતોની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. આ અંગે સબજેલ ઇન્ચાર્જ અધિક્ષકે જણાવ્યું કે, જેલ કેમ્પસમાં બે ક્વાર્ટર્સમાં ચાર વ્યક્તિની ક્ષમતા ધરાવતા ક્વોરન્ટાઇન વોર્ડ બનાવાયું છે. જેમાં કોરોના સંક્રમિત કર્મચારી નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને ફરજિયાત આ વોર્ડમાં રહેવાનું રહેશે. જ્યારે વોર્ડને દિવસમાં ત્રણ વખત સેનેટાઇઝ કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંન્દ્રમણિકુમાર તેમજ જિલ્લા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મેડિશિન તથા ટ્રીટમેન્ટ પૂરી પાડવા જણાવાયુ છે.

જ્યારે ગંભીર પરિસ્થિતિવાળા કર્મચારી માટે સિવિલ હોસ્પિટલમાં એક બેડ પણ રિઝર્વ રખાઇ છે. આ પ્રસંગે સ્ટાફ પરિવારના લોકોને કોરોના રસીકરણ અંગેની માહિતી આપી કૃષ્ણનગર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સિંધવબેન, એસઆઇ વિજયભાઇ ચાવડા તથા પેરામેડિકલ સ્ટાફે કેમ્પ યોજી તમામ કર્મીઓનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...