તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા ત્રિદિવસીય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા ત્રિદિવસીય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા ત્રિદિવસીય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું
  • દેશની 125 પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે

સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા ત્રિદિવસીય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત કિર્તન, કૃષ્ણલીલા ભજન અને કથા, મહા અભિષેક તેમજ ભોગ આરતી સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં દેશની 125 પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે.

સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર પ્રચાર કેન્દ્ર દ્વારા ત્રિદિવસીય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે પદયાત્રાનું આયોજન કરાયું હતુ તેમજ સોમવારે રતનપર હેરમા વાડી ખાતે કિર્તન, કૃષ્ણલીલા ભજન અને કથા, મહા અભિષેક તેમજ ભોગ આરતી સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં રતનપર તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. અને દર્શન લાભ લીધો હતો. ઇસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમી મહોત્સવની સાથે સાથે આવતી કાલે નંદ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની 125 પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...