તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી પર્વની ઉજવણી:ઇસ્કોનમાં પ્રભુપાદજીનો 125મો આવિર્ભાવ દિન ઉજવાયો, 125 નદીના નીરથી અભિષેક

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરમાં પ્રથમ વાર 3 દિવસ સુધી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરે ત્રિદિવસીય જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં પદયાત્રા, જન્માષ્ટમી મહોતસ્વ, નોંદોત્સવની ઉજવણી કરાઇ હતી.જ્યારે પ્રભુપાદજીના 125મા અવિર્ભાવદિનની ઉજવણી નિમિતે 125 નદીના તીર્થ જળાભિષેક કરાયો હતો.

આતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંધ વિશ્વભરમાં શ્રીકૃષ્ણભક્તી તથા ગીતાભાગવત ધર્મનો પ્રચાર-પ્રસાર કરનારી ખ્યાતનામ આધ્યાત્મિક સંસ્થા છે. આ સંસ્થાના સંસ્થાપક એ.સીભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીએ 11 વર્ષમાં વિશ્વભરમાં 108થી વધુ મંદિરોની સ્થાપના કરી 200થી વધુગ્રંથો લેખન કર્યું છે. આથી સંસ્થા દ્વારા દુનિયાભરના મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરે જિલ્લામાં પ્રથમવાર ત્રિદિવસીય તા.29, 30, 31 ઉજવણીનું આયોજન કર્યું હતું.જેમાં પહેલા દિવસે એક દિવસીય પદયાત્રાનું આયોજન કરાયું હતું.

બીજા દિવસે જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી કરતા અનેક ભક્તોએ એકાદશી પ્રસાદ લાભ લીધો હતો. ત્રીજો દિવસે નંદોત્સવની ઉજવણી કરાઇ હતી. 1 ઓગસ્ટે શ્રીલપ્રભુપાદજીના 125મા અવિર્ભાવદિનની ઉજવણી કરાઇ હતી.જ ેમાં 125 નદીના તીર્થજળાભિષેક કરાયો હતો. જ્યારે પ્રધાનમંત્રી મોદીના હસ્તે 125ના સિક્કાનું અનાવરણ કાર્યક્રમ લાઇવ બતાવાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઇ શુકલ સહિત આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન સફળ બનાવવા મંદિરના મુરલીમનોહરદાસ, હર્ષગોવિંદદાસ સહિત મંદિરના સેવકોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...