અકસ્માતનો ભય:વઢવાણ દૂધની ડેરીવાળા પુલ પર લોખંડના સળિયા દેખાવા લાગ્યા

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ બાયપાસ રોડ પર અનેક વાહનો આ પુલ પરથી પસાર થાય છે

વઢવાણ દૂધની ડેરીવાળા પુલ પર કે જ્યાં ભારે સહિતના વાહનો પસાર થાય છે. ત્યારે પુલ ઉપર થોડા સમયથી લોખંડના સળિયા દેખાતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. આથી કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા કાર્યવાહની લોકમાગ ઊઠી છે.

સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો માટે ઉપયોગ થાય તે માટે દૂધની ડેરીવાળો પુલ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ બાયપાસ હાઇ-વે રોડ ઉપર જવા માટે આ પુલનો ભારે સહિતા વાહનોથી દિવસ-રાત પુલ ધમધમી રહ્યો છે. ત્યારે આ પુલ પરના લોખંડના સળયા અને એન્ગલો તૂટીને બહાર આવતા રાહદારી, વાહનચાલકો પરેશાન બન્યા છે. પુલ પર 2 જેટલા સાંધા તૂટી જવાથી વાહનોમાં પંકચર તેમજ ટાયર તૂટી જવાના પણ બનાવો બની રહ્યા હોવાની લોકોમાં રાવ ઊઠી છે.

આ અંગે જીતુભાઈ સોલંકી, સુનીલભાઈ રાઠોડ વગેરે જણાવ્યુ કે, આ પુલ પરથી આજુબાજુ વિસ્તારના રહીશો પણ અવરજવર કરી રહ્યા છે. ત્યારે પુલ ઉપર તૂટેલા લોખંડના સળીયા અને સાંધા જુદા પડી જવાથી અકસ્માતનો ભય ફેલાયો છે. આ પુલ પર કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાગ ઊઠી હતી.

અન્ય સમાચારો પણ છે...