સુરેન્દ્રનગર આરપીપી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી ધો.11 સાયન્યની 28 વિદ્યાર્થીનીઓને બાયોલોજી વિષયમાં નાપાસ કરાઇ હતી. આથી ભેદભાવ રાખી નાપાસ કરાઇ હોવાના આક્ષેપ સાથે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થિનીઓના પેપર અન્ય શાળાના શિક્ષક પાસે વિદ્યાર્થિની હાજરીમાં ચકાસવા માંગ કરાઇ હતી.
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી આરપીપી ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 11માં બાયોલોજી વિષયમાં એકસાથે 28 વિધાર્થિનીઓ નાપાસ થતાં ચોંકી ઉઠી હતી.આ અંગે વિધાર્થિનીઓએ વાલીને જાણ કરતા વાલી પણ શાળામાં દોડી આવ્યા હતાં અને શાળા સંચાલકોને પણ રજૂઆત કરી હતી. પરંતુ શાળા સંચાલકો એ કોઇ સંતોષકારક જવાબ ન આપતા રોષે ભરાયેલા વાલીઓ અને વિદ્યાર્થિનીઓ જિલ્લા શિક્ષણ અધિકારની કચેરીએ દોડી ગયાં હતાં.
જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી હતી તેમજ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે શાળામાં બાયોલોજીના શિક્ષક કોરોના અને ત્યારબાદ દ્વારા પુરતો અભ્યાસ કરાવ્યા વગર પરિક્ષા લઇ આડેધડ રિઝલ્ટ આપી દીધુ હોવાનો તેમજ જે વિદ્યાર્થિનીઓએ શાળામાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ અંહી ધોરણ 11માં પ્રવેશ લીધો છે. તેવી વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રાખી નાપાસ કરી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
અન્ય શાળાના શિક્ષકો દ્વારા નાપાસ થયેલી તમામ વિદ્યાર્થિનીઓની રૂબરૂમાં ફરિવાર પેપર તપાસવામાં આવે તેવી માંગ કરી હતી.આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યુ કે વિદ્યાર્થિનીઓએ જે માંગ કરી છે તે સ્વીકારાઇ છે તેમને ન્યાય મળે માટે પેપર તપાસ કરાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.