થાનગઢ તાલુકા કોંગ્રેસ પ્રમુખે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં થાન તાલુકા પંચાયત દ્વારા તાલુકામાં કરવામાં આવતા વિકાસના કામોમાં ટેન્ડર મુજબ કામ ન કરી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાથી તપાસ કરવા માગ કરાઇ હતી.થાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઇ ભગતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ થાન તાલુકા પંચાયત હસ્તક જે ગામોમાં કામો ચાલે છે. તેમાં અસંખ્ય ગેરરીતિ કરી ટેન્ડર મુજબ કામગીરી થતી નથી. જેની તટસ્થ તપાસ સમિતિ દ્વારા કરાય તેવી માગ છે.
જેમાં આવાસ યોજનામાં સત્તાધિશો અને અધિકારીઓ વહિવટ સિવાય કોઇ કામો થતા નથી. મનરેગા યોજના બાંધકામ આરસીસી રોડ, ચેકડેમની નાની સિંચાઇ કામોમાં અનિયમિતતા અને ગેરરીતિ થાય છે. તે ટેન્ડરના નિયમ મુજબ કામગીરી ન કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાયો છે.આથી કામગીરી કરનાર એજન્સી સામે વિજિલન્સ તપાસ હાથ ધરી અને ભ્રષ્ટાચાર ધારા હેઠળ ફરિયાદ કરી બ્લેકલીસ્ટમાં મુકવા કાર્યવાહી કરવા માગ કરી હતી. જો 30 દિવસમાં એજન્સીઓ સામે તપાસ કરી ફરિયાદ દાખલ નહીં કરાય તો ગ્રામીણ જનતાના હીતમાં કોર્ટમાં તાલુકા પંચાયત અને એજન્સીઓ સામે ફરિયાદ દાખલ કરવાની ચમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.