તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ માટે માંગ:રણમાં મીઠું પકવતા અગરિયાઓના સોલાર સિસ્ટમને થયેલા નુકશાનનું વળતર આપવા રજૂઆત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રણમાં મીઠું પકવતા અગરિયાઓના સોલાર સિસ્ટમને થયેલા નુકશાનનું વળતર આપવા રજૂઆત - Divya Bhaskar
રણમાં મીઠું પકવતા અગરિયાઓના સોલાર સિસ્ટમને થયેલા નુકશાનનું વળતર આપવા રજૂઆત
  • તાઉ-તે વાવાઝોડામાં અગરિયા પરિવારોના સોલાર પમ્પ સિસ્ટમને વ્યાપક નુકશાન પહોચ્યું

કચ્છના નાના રણ અને દરિયાઈ કાંઠે મીઠું પકવતા અગરિયાઓની સોલાર સિસ્ટમ વોટર પમ્પને આ વર્ષે આવેલા તાઉ-તે વાવાઝોડામાં ભારે નુકશાન થયું છે. તે અંગે યોગ્ય તપાસ કરીને તેઓને વળતર આપવા બાબતે દિશા નિર્દેશ સમિતિના કન્વીનર જિતેન્દ્રકુમાર રાઠોડ દ્વારા રાજ્યના ઉદ્યોગ કમિશ્નરને લેખીત રજૂઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે, કચ્છના નાના રણમાં અને દરિયાઈ કાંઠે મીઠું પકવતા અગરિયાઓની સોલાર સિસ્ટમ વોટર પમ્પને આ વર્ષે આવેલા તાઉ-તે વાવાઝોડામાં ભારે નુકશાન થયુ છે. છેલ્લા અંદાજે આખા રણ વિસ્તારમાં અને દરિયાઈ કાંઠે મીઠું પકવતા અગરિયાઓ માટે ત્રણ હજાર જેટલી સોલર સિસ્ટમ વોટર પમ્પ મુકવામાં આવ્યું છે. આ અગરિયાઓની સોલાર સિસ્ટમની પેનલોને તાજેતરના તાઉત્તે વાવાઝોડામાં ભારે નુકશાન થયું છે.

સરકારના ઉદ્યોગ કમિશનરે જાહેર કરેલા પરિપત્રના નિર્દેશ મુજબ તેવો એ સોલાર પેનલ 80% સબસીડીના ધોરણે ખરીદેલ હોવા છતાં આ કંપનીઓ અને સોલાર પ્રોવાઇડર સંસ્થાઓએ એકેય અગરિયાઓને એના ખરીદીના બિલો પણ નથી આપ્યા. જેના કારણે તેઓને 2017ના વાવઝોડાના નુકશાનનું પણ મેન્ટન્સ કે નુકશાનીનું વળતર આ વીમા કંપનીઓએ ચૂકવેલુ નથી. પ્રોવાઇડર સંસ્થાઓ ખરીદીના બિલો પણ અગરિયાઓને આપતી ન હોવાના કારણે એમની સોલાર સિસ્ટમ આધારિત વોટર પમ્પનું વળતર વીમા કંપની કે સરકાર ચૂકવશે એ પણ અધરતાલ લટકતો પ્રશ્ન છે. ચાર વર્ષ પહેલા 2017માં આવેલા વાવાઝોડામાં હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના અગરિયાઓના રણમાં બેસાડેલા 400 જેટલી સોલર વોટર પંપ સિસ્ટમની પેનલો તૂટી-ફૂટીને ઠેકાણે થઈ ગયી હતી. જેનું પણ વળતર આ અગરિયા સમુદાયોને મળ્યું નથી અને એમની મહામુલી ક્રૂડ તેલની કે ડિઝલની બચતની મૂડી રીપેરીંગમાં જ ખર્ચાઈ ગઈ છે.

કચ્છના નાના રણમાં વાવઝોડામાં નુકશાન પામેલી સોલાર સિસ્ટમ પેનલો વળતર માટે આ સોલાર પેનલ સપ્લાય કરનાર કંપનીઓ અને એની પ્રોવાઇડર એજન્સીઓની 80% સબસીડી બાબતે યોગ્ય તપાસ કરીને કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને સત્વરે આ સોલાર પેનલોનું વળતર ચૂકવાય એ માટે પગલાં લાવા વિનંતી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...