તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:3 વર્ષથી કચરો દુર કરવા રજૂઆત કરીએ છીએ હવે કંઇક કરો : રહીશો

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર વોરાવાડ સોસાયટીના સ્થાનિકોની રજૂઆત
  • માથાભારે શખ્સો કચરાે નાંખી ધમકી આપતા હોવાની રાવ

સુરેન્દ્રનગર વોરાવાડ સોસાયટીમાં પ્રવેશદ્વાર પાસે જ એકઠા થતા કચરાના ઢગ દુર કરવાની માંગ સાથે સ્થાનિકો પાલિકા કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને કચરો તેમજ ગંદકીના કારણે રહીશો રોગચાળાનો ભોગ બને તે પહેલા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી નિયમિત સફાઇ કરાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં અનેક વિસ્તારોમાં નિયમિત સફાઇ થતી ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે શહેરના વોરાવાડ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત સફાઇ થતી ન હોવાની રાવ સાથે સ્થાનિકો પાલિકા કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જ્યાં રજૂઆત કરતા જણાવ્યું કે, સોસાયટીના પ્રવેશદ્વાર પાસે જ પુષ્કળ પ્રમાણમાં કચરો જમા થતાં ચાલવાની પણ જગ્યા રહેતી નથી.

આ અંગે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમજ આસપાસની સોસાયટીમાં રહેતા અમુક માથાભારે શખ્સો દ્વારા કચરો નાંખી રહીશોને ધમકી પણ આપતા હોવાની ફરીયાદ કરી હતી. કચરો અને ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય જોખમાય તે પહેલા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો