તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:રિવરફ્રન્ટ રોડ, રેલવે ગરનાળાના કામ સહિતના મુદ્દે રજૂઆત કરાઇ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સની બેઠક યોજાઇ

ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની 2021-22ની કારોબારી સમિતિની બેઠક પ્રમુખ હેમલભાઇ શાહના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠક શરૂ કરતા પહેલા ઝેડસીસીઆઇ પૂર્વ પ્રમુખ વિપીનભાઇ ટોલિયાને 2 મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતીકાર્યવાહીનો અહેવાલ આવક જાવકના હિસાબોને બહાલી અપાઇ હતી.

પ્રમુખે કરેલી કામગીરીનો અહેવાલ કરી નવા સભ્યોની અરજીઓનો સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. 2021-22 માટે નવાનિમણુ઼ક થયેલા કો.ઓપ્ટ તથા આમંત્રિત સભ્યોના નામ જાહેર કરી આવકારાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્યને ઝેડસીસીઆઇ ટીમે શહેરના હાર્દ સમા વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા, રિવરફ્રન્ટને લીંબડી બાયપાસ રોડ સુધી કનેક્ટ કરવા, સી.ટી.બસ સેવા પુન: શરૂ કરવા, શહેર મધ્યે રેલવેની ફાજલ જગ્યા પર રસ્તો બનાવી ટ્રાફિક સમસ્યા હળવી કરવા, રખડતા ઢોરના ત્રાસ કાયમી દૂર કરવા, અલંકાર રોડથી રેસ્ટ હાઉસ વચ્ચે ગરનાળાની ઝડપી કામગીરી કરાવવા સહિત મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...