તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Instructor Of Welder Trade Of Surendranagar ITI Will Provide Free Education To The Child Who Has Lost His Parents In Corona And Will Also Take The Responsibility Of Employment.

પહેલ:કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને સુરેન્દ્રનગર ITIના વેલ્ડર ટ્રેડના ઈન્સ્ટ્રકટર મફત શિક્ષણ આપશે અને રોજગારીની જવાબદારી પણ લેશે

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને સુરેન્દ્રનગર ITIના વેલ્ડર ટ્રેડના ઈન્સ્ટ્રકટર મફત શિક્ષણ આપશે અને રોજગારીની જવાબદારી પણ લેશે - Divya Bhaskar
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને સુરેન્દ્રનગર ITIના વેલ્ડર ટ્રેડના ઈન્સ્ટ્રકટર મફત શિક્ષણ આપશે અને રોજગારીની જવાબદારી પણ લેશે
  • ITIમાં એડમિશન લેશે તેવા નિરાધાર બાળકોને મદદ કરશે

સુરેન્દ્રનગર જિલ્લામાં મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો, વડીલો ગુમાવ્યા છે. તેમાંય ખાસ કરીને કેટલાકે તો માતા-પિતા પણ ગુમાવતા નિરાધાર બની ગયા છે. ત્યારે આવા બાળકો માટે સુરેન્દ્રનગરની આઇ.ટી.આઈ.માં મફત શિક્ષણથી લઇને રોજગારીની જવાબદારી વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટરે લેતા બાળકોના જીવનમાં રોશનીનું એક નવું કિરણ ખીલી ઉઠશે.

કોરોનાની બીજી લહેરમાં ભારતભરમાં અસંખ્ય લોકોના મોત થયા છે, અને કેટલાય પરિવાર નિરાધાર બની ગયા છે, જેની અસર લોકોના સામાજિક અને આર્થિક જીવન પર પડી છે. અને ખાસ શિક્ષણ ક્ષેત્રે તેની મોટી અસર જોવા મળી છે. ત્યારે આ મહામારીમાં એમ.પી. શાહ આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગરના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટર દીપકભાઈ નારાયણભાઇ રાઠોડ દ્વારા તેમની સંસ્થામાં કોરોનામાં માતાપિતા ગુમાવી દીધા છે તેવા બાળકને એકવર્ષીય કોર્ષ 2021-2022 અને બે વર્ષીય કોર્સ 2021-2023 દરમિયાન એડમિશન લેશે તેવા બાળકોને તેના મફત શિક્ષણથી માંડીને રોજગારી આપવાની જવાબદારી નિભાવવામાં આવશે.

આ અંગે જિલ્લાના લોકોને પણ અપીલ કરાઇ હતી કે તમારી આસપાસ રહેતા નિરાધાર બાળકો જણાય તો આઈટીઆઈ સુરેન્દ્રનગરનો સંપર્ક કરી તા- 3-07-2021થી 20-07-2021 સુધી એડમિશન પ્રક્રિયા ચાલુ છે તેમ પ્રવેશ અપાવો. આજના સેલ્ફ ફાઈનાન્સના જમાનામાં એક સરકારી કર્મચારી દ્વારા શિક્ષણથી માંડી રોજગારી સુધીની જવાબદારી લેવી તે સરાહનીય બાબત ગણી શકાય.ડી.એન. રાઠોડની આ સેવાકીય પ્રવ્રુતિ કરી પોતાનું યોગદાન આપે છે.

આ અંગે સુરેન્દ્રનગરનીઆઇ.ટી.આઈ.ના વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ડી.એન. રાઠોડે જણાવ્યું કે, હું જયારે આ આઈટીઆઈમાં તાલીમ લઇ રહ્યો હતો ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. જેથી આ સંસ્થાનું ઋણ અદા કરવા માટે નિરાધાર બાળકોને આઇ.ટી.આઈ.ના શિક્ષણમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે તેમની શિક્ષણથી માંડીને રોજગારી આપવા સુધીનો વિચાર આવતા જવાબદારી સ્વીકારી છે. ડી.એન.રાઠોડે લીધેલ નિર્ણય વિશે તેમના સ્ટાફ ના લોકો પણ આવકારે છે. જ્યારે જરૂરીયાત વર્ગના લોકોને મદદરૂપ થવા માટે બીજા લોકો પણ આગળ આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...