તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓનો જેલ સ્ટાફ પર હુમલો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • જેલ સહાયકને ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા, 6 કેદીઓ સામે માર માર્યાનો ગુનો નોંધાવાયો

સુરેન્દ્રનગર સબ જેલમાં શનિવારના રોજ બપોરના સમયે તમામ કેદીઓ સર્કલમાં ચા પાણી પિતા હતા તે દરમિયાન કાચા કામના કેદી જયદિપભાઇ જશવંતભાઇ બેરેક પાસે સર્કલમાં આટો મારતો હતો. તે વખતે કાચાકામનો કેદી હિતેષ ભરતભાઇ કોરડીયાએ જયદિપભાઇ સાથે બોલાચાલી કરી હતી. આથી ફરજ પરના જેલસહાયક ભગીરથસિંહ રણજીતસિંહ પરમાર તથા હવલદાર રાજુભાઇ જેજરીયા તથા જેલસહાયક રૂષીરાજસિંહએ કેદીઓને બોલાચાલી ન કરવા કહ્યુ હતુ.

તે દરમિયાન કાચાકામના કેદી દિલિપ અરવિંદભાઇ, ડાહ્યાલાલ પ્રેમજીભાઇ, ટક્કો ધનજીભાઇ સોલંકી, પ્રવિણભાઇ બળદેવભાઇ, ફારૂકભાઇ અલ્લારખ્ખાભાઇ તમામ દોડીઆવી પ્લાસ્ટીકની ખુરશીથી ભગીરથસિંહને મારવા લાગ્યા હતા. અને અન્ય ત્રણ જણા અને હિતેષે પકડી રાખી આજે જેલના સિપાઇને મારી નાંખવા છે કેમ નોકરી કરે છે જોઇ લેવી તેમ કહેતા હતા. આથી રાજેશભાઇ પરમાર, રાજુભાઇ જેજરીયા, રૂષીરાજસિંહ દોડી આવી માર મારતા છોડાવ્યા હતા. આ બનાવની રાજુભાઇએ જેલ અધિક્ષક રાઠોડને જાણ કરતા તેઓ તથા ઇન્ચાર્જ જેલર ચાવડા તથા સ્ટાફ દોડી આવી બળપ્રયોગ કરી વધુ માર મારતા અટકાવી છોડાવ્યા હતા.

આ બનાવમાં ભગીરથસીંહને ઇજા થતા ગાંધી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. આ બનાવ અંગે એ ડિવીઝન પોલીસ મથકે 6 કેદીઓ સામે ફરજમાં રૂકાવટ અને જેલકર્મી પર હુમલો કરી મુઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો