તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:ઈન્જેક્શન કાળાબજારી કેસ, વધુ 1 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાંથી મ્યુકોર માઇકોસીસમાં પોલીસે 7 શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં હજુ એક શખ્સ ફરાર છે. ત્યારે આ આરોપીઓમાના પ્રિતની જામીન અરજી કોર્ટમાં કરી હતી. પરંતુ કોર્ટે તે અરજી નામંજુર કરી હતી. આ અગાઉ બે આરોપીઓની અરજી કોર્ટે નામંજુર કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં મ્યુકર માઇકોસીસના કેસ વધતા ઇન્જેક્શનની ડીમાન્ડ વધતા કાળાબજારી શરુ થઇ હતી. જેમાં સીટી પોલીસ ટીમે સીજે હોસ્પીટલ પાસેથી લીંબડીના ખોડીયારનગરમાં રહેતા દલસુખ જેરામભાઇ પરમાર,હરસિધ્ધીપાર્કમાં રહેતા સમીર અબ્દુલભાઇ મન્સુરી, પ્રિત શાંતીભાઇ ત્રાંબડીયા, ગાંધીનગરના દિગ્વીજયસિંહ અનિરૂધ્ધસિંહ વાઘેલા, જજ્ઞેશ બાલુભાઇ પટેલ,અંકલેશ્વરનો કેતન બાલુભાઇ પટેલ, અભય સુરેન્દ્રપાલ સિંધીને પકડી પાડ્યા હતા.

આમ કુલ 7 શખ્સો પકડાયા હતા.જ્યારે તરૂણ ઉર્ફે શિવમ રાવલ હજુ ફરાર છે. ત્યારે આ પૈકી પ્રિત ત્રાંબડીયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જે કેસ ચીફજ્યુડી મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો.જેમાં આરોપીના અને ફરીયાદપક્ષની દલીલ સાંભળી ચીફજ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ભારત ગંગારામભાઇ પોપટ દ્વારા પ્રિતત્રાંબડીયાના જામીન અરજી નામંજુર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્ટે દલસુખ પરમાર અને સમીર મન્સુરીની જામીન અરજી પણ નામંજુર કરી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...