તસ્કરો ત્રાટક્યા:બજાણામાં દીકરીના લગ્ન માટે ભેગા કરેલા ઘરેણાં સહિત રૂા. 1.31 લાખની મત્તાની ચોરી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બજાણામાં દીકરીના લગ્ન માટે ભેગા કરેલા ઘરેણાં સહિત રૂા. 1.31 લાખની મત્તાની ચોરી - Divya Bhaskar
બજાણામાં દીકરીના લગ્ન માટે ભેગા કરેલા ઘરેણાં સહિત રૂા. 1.31 લાખની મત્તાની ચોરી
  • પોલીસે તસ્કરોને ઝબ્બે કરવા વધુ તપાસ હાથ ધરાઈ

પાટડીના બજાણા ગામે મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. જેમાં દેવાભાઈ દેવશીભાઈના મકાનનો પાછળનો દરવાજો તોડી ઘરમાં સંતાડેલા ઘરેણા અને રોકડ રકમ મળી રૂા. 1.31 લાખના મુદ્દામાલની ચોરી થતાં દેવાભાઈએ બજાણા (માલવણ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરોને ઝબ્બે કરવા વધુ તપાસ હાથ ધરી હતી.

પાટડીના બજાણા ગામે ટાંકાવાળી ચાલી વિસ્તારમાં રહેતા દેવાભાઇ દેવશીભાઈએ કાળી મજૂરી કરી દીકરીઓના લગ્ન માટે ભેગા કરેલા ઘરેણા તથા રોકડ રકમ ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો ઘરનો પાછળનો દરવાજો તોડી ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. જેમાં બે જોડી જુના સોનાના લોકેટ કિંમત રૂ. 30 હજાર, ત્રણ જોડી સોનાની બુટ્ટી કિંમત રૂા. 21 હજાર, 4 નંગ સોનાના ઓમ કિંમત રૂા. 2 હજાર, ચાર જોડી ચાંદીના શેર કિંમત રૂા. 40 હજાર, ચાંદીના કાંડીયા કિંમત રૂા. 60 હજાર તથા રૂા. 30 હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.31 લાખની ચોરી થતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાવા પામી હતી. દેવાભાઈની ફરીયાદને આધારે બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.જે.ઝાલા દ્વારા ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત અને એફએસએલની મદદ લઇ તસ્કરોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...