તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌપ્રેમીઓમાં આક્રોશ:હળવદના ઈંગોરાળા ગામે ગૌમાતા પર હુમલાની ઘટના, જવાબદાર સામે કાર્યવાહીની માગ

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદના ઈંગોરાળા ગામે ગૌમાતા પર હુમલાની ઘટના - Divya Bhaskar
હળવદના ઈંગોરાળા ગામે ગૌમાતા પર હુમલાની ઘટના
 • પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓની માગ

હળવદ પંથક ગૌવંશ ઉપર હુમલા કુખ્યાત બની ગયો હોય તેમ વધુ એક હીંચકારી ઘટના સામે આવી છે.જેમાં હળવદના ઈંગોરાળા ગામે ગૌમાતા ઉપર હુમલો થયાનું સામે આવતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે અને હળવદ પંથકમાં ગૌવંશ ઉપર વધતા હુમલાના બનાવો અટકાવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઈંગોરાળા ગામે એક ગૌમાતાની કોઈ નારધામોએ પૂંછ કાપી નાખી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હળવદના હળવદના ઈંગોરાળા ગામની સીમમાં ગતરાત્રે ગાય માતા ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. નરાધમોએ ગાય માતા ઉપર આવી રીતે હુમલો કરતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગૌપ્રેમીઓએ આ નારધમો સામે પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગૌવંશને નિશાન બનાવીને હુમલા કરવામાં આવે છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સીમમાં કે વાળી ખેતરોમાં ચરતા ગૌવંશ ઉપર એસિડ એટેક કે તીક્ષીણ હથિયારો વડે હુમલીઓ બનાવ જાણે સામાન્ય બની ગયા હોય તેમ અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે.આવા અમુક કેસમાં ફરિયાદ થઈ હોય ત્યારે નરાધમોને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે આવા બનાવોને અંજામ આપે છે તેથી હળવદ પંથકમાં ગૌવંશ ઉપર હુમલાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ ખાસ એક્શન મોડ ઉપર આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો