આત્મહત્યા:વઢવાણના ટીંબા ગામની ઘટના પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાડી માલિકે ખેડૂતને ચા-ખાંડ-દૂધ લેવા મોકલી અને તેની પત્ની પર દુષ્કર્મ આચર્યું

વઢવાણ તાલૂકાના ટીંબાની સીમવાડીમાં ભાગવી વાડી રાખીને પતિ-પત્ની મજૂરી કરતા હતા. ત્યારે વાડીમાલિકે મજૂર પત્ની પર દુષ્કર્મ આચરીની ભાગી છૂટતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવથી લાગી આવતા પત્નીએ વાડીમાં ઝેરી દવા પીને મોતને વ્હાલું કરતા પતિ તેમજ 3 સંતાન સાથે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનામાં ફરિયાદની તજવીજ સાથે શખસને ઝડપી પાડવા વઢવાણ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

ટીંબાની સીમવાડીમાં બનેલી ઘટનાથી ચકચાર ફેલાઇ હતી. આ બનાવ અંગે મૃતક મહિલાના જેઠ મહિપતભાઈ વિગતો આપતા જણાવ્યું કે, વઢવાણ તાલુકાના ખોડુ ગામના પતિ-પત્ની ટીંબા ગામની સીમવાડીમાં આવેલી વાડીએ અંદાજે 4 માસથી ચોથા ભાગની ભાગવી વાડી રાખીને ગુજરાન ચલાવતા હતા. વાડીએ કામ કરતા 2 નવેમ્બરે દિવસે પતિને વાડી માલિકે ચા-ખાંડ-દૂધ લેવા ગામમાં મોકલ્યા હતા. પત્ની વાડીએ એકલી હતી. ત્યારે આ એકલતાનો લાભ લઇને વાડીમાલિકે પત્ની પર દુષ્કર્મ આચરીને ભાગી છૂટ્યો હતો. જ્યારે પતિ વાડીએ આવ્યો તો પત્નીએ પોતાની સાથે થયેલી આપવિતી કહી હતી. પરંતુ સમગ્ર ઘટનામાં ગરકાવ થઇ ગયેલી પત્નીને લાગી આવતા વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા જ પત્નીને સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલે લઇ જવામાં આવી પરંતુ ભોગ બનનાર પત્નનું મોત થયું હતું. દુષ્કર્મ સાથે મોતના બનાવથી મૃતકની લાશનું પીએમ રાજકોટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતકની ખોડુ ગામમાં અંતિમવિધી કરવામાં આવી હતી.

3 સંતાન નોધારા થયા
ખોડુ ગામના પતિ-પત્ની ત્રણ સંતાનો સાથે રહેતા હતા. અને થોડા માસથી જ ભાગવી વાડી રાખીને ટીંબા ગામની સીમવાડીએ ખેતમજુરી કરતા હતા. આ પતિ-પત્નીને તેમના સંતાનોમાં 6 વર્ષનો દીકરો, 4 વર્ષની દીકરી હતી જે ખોડુમાં રહેતા હતા. જ્યારે સૌથી નાનો 2 વર્ષનો દીકરો વાડીએ પતિ-પત્ની પાસે રહેતો હતો. પરંતુ મોતની ઘટનાથી આ 3 સંતાનોએ માતા વિનાના બન્યા હતા.

ફરિયાદની તપાસ થઇ રહી છે
ટીંબા ગામની સીમવાડીમાં ઘટના બની છે. જેમાં મૂળ ટીંબા ગામના અને હાલ રતનપર બાયપાસ રહેતા યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમાર નામનો શખસ હોવાનું બહાર આવ્યું છે. મૃતકની અંતિમ સંસ્કારની વિધિ ચાલુ છે. ગુનો બન્યો છે તે બાબતે ફરિયાદની તજવીજ ચાલુ છે. ફરિયાદના આધારે ઘટનાના મૂળ સુધી પહોંચવા સુધીની તપાસ હાથ ધરાશે.> ડી.ડી.ચુડાસમા, પીએસઆઈ, વઢવાણ

અન્ય સમાચારો પણ છે...