આત્મનિર્ભર ગ્રામ યાત્રા:પાટડીના વણોદ અને ઝીંઝુવાડા વિસ્તારમાં 45.5 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકોર્પણ

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના વણોદ અને ઝીંઝુવાડા વિસ્તારમાં 45.5 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકોર્પણ - Divya Bhaskar
પાટડીના વણોદ અને ઝીંઝુવાડા વિસ્તારમાં 45.5 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકોર્પણ
  • જિલ્લામાં વિવિધ ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું
  • રૂપિયા 4.12 લાખની વ્યક્તિગત સહાય ચૂકવવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત લાખો રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકોર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામયાત્રાના અંતિમ દિવસે પાટડી તાલુકાના વણોદ અને ઝીંઝુવાડા વિસ્તારમાં રૂપિયા 45.5 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકોર્પણ કરવામાં આવ્યું હતું. ઝીંઝુવાડા અને વણોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં કુલ 28.25 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, 17.25 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ 4.12 લાખ રૂપિયાની વ્યક્તિગત સહાય આપવામાં આવી હતી.

આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરતી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાના છેલ્લા દિવસે જિલ્લામાં વિવિધ ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાના અંતિમ દિવસે પાટડી તાલુકાના માનાવાડા, નાવીયાણી, વાલેવડા, વણોદ, ગવાણા, બુબવાણા, પાનવા, વડગામ, આદરિયાણા અને ઝીંઝુવાડા સહિતના વિવિધ ગામોમાં યાત્રાનું આગમન થતા, ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથનું સ્વાગત કર્યું હતું.

આ ઉપરાંત વણોદ અને ઝીંઝુવાડા ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ કિસાન માલ પરિવહન યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, મિશન મંગલમ સ્વ સહાય જૂથ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય, ચેક તેમજ હુકમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

યાત્રાના છેલ્લા દિવસે પાટડી તાલુકાના ઝીંઝુવાડા અને વણોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં કુલ 28.25 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, 17.25 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ 4.12 લાખ રૂપિયાની વ્યક્તિગત સહાય આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, વણોદ અને ઝીંઝુવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોકો સરકારના વિવિધ વિભાગો અંતર્ગત ચાલતી યોજનાઓથી માહિતગાર થાય, તે અર્થે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથ દ્વારા ઉપસ્થિત લોકોને યોજનાકીય માહિતી આપતી ફિલ્મો બતાવવામાં આવી હતી.

વધુમાં યાત્રા દરમિયાન આવતા વિવિધ ગામો ખાતે પણ ફિલ્મ વગેરેના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરી લોકોને સરકારની વિવિધ યોજનાની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઉદુભા ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, જેસંગભાઈ ચાવડા, ખેંગારભાઈ ડોડીયા, સોનાજી ઠાકોર, સુરાભાઈ ખટાણા, રણધીરભા કુબેરસિંહ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારી-પદાધિકારી અને કર્મચારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...