તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In Zumpada Village, Cannabis Cultivation Was Caught In The Middle Of Castor And Castor, More Than 700 Plants Were Found From One And A Half To Two Vigha Of Land.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઝુંપડા ગામે તુવેર અને એરંડાની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, દોઢ થી બે વીઘા જમીનમાંથી 700 થી વધુ છોડ મળ્યા

સુરેન્દ્રનગર, ચોટીલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં અફીણ, ડોડવા સહિતના માદક દ્રવ્યોનું મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન કરાતું હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. ત્યારે ચોટીલા તાલુકાના ઝુંપડા ગામની સીમમાં આવેલા સરકારી ખરાબામાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા, ચોટીલા પીઆઇ ભાવનાબેન પટેલ, પીએસઆઇ એમ.કે.ગોસાઇ, સેખાભાઈ રોજીયા, જયેશભાઈ પટેલ, સરદારસિહ, સંગણભાઇ સહિતે ઝુંપડા ગામની સીમમાં દરોડો કર્યો હતો. જેમાં ઝુંપડા ગામના નરશી અરજણા ચૌહાણના ખેતરની બાજુમાં આવેલા સરકારી ખરાબામાંથી તુવેર અને એરંડાની આડમાંથી ગાંજાનું વાવેતર ઝડપી લીધું હતું. નરશી ચૌહાણે દોઢથી બે વિઘામાં ગાંજાનું વાવેતર કર્યું હતું જેમાં પોલીસે 1200 કિલોથી વધુ વજનના 700 થી વધુ છોડ કિંમત રૂપિયા 1 કરોડ 3 લાખના મુદ્દામાલ સાથે ઝૂંપડા ગામના નરશી ચૌહાણને ઝડપી લીધો હતો.

ખેતીમાં ઊપજ આવતી નહોતી અને 20 લાખનું દેણું થતાં ગાંજાનુ વાવેતર કર્યું
મે વર્ષ 2007માં 6 લાખની ટ્રેક્ટરની લોન લીધી હતી અને 2 લાખનું પાક ધિરાણ હતું આ બન્ને મળી 8 લાખની સામે લોન હતી. જેમાં હાલ વ્યાજ સહિત બન્ને લોનના મળી કુલ રૂ. 20 લાખથી વધુનું દેણું થઇ ગયું હતું. ખેતીમાંથી દેણું ચૂકવી શકાય તેવી સ્થિતિ ન હતી કારણ કે ત્રણેક વર્ષથી અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીથી પાકમાં નુકસાની આવતી હતી. ઉઘરાણીના ફોન અને દેવામાંથી મુક્ત થવા ગાંજાનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. જો સરખું ઉત્પાદન થાય તો રૂ.20 લાખનું દેણું ચૂકવી દેવાની આશાએ ગાંજાનું વાવેતર કર્યું હતું. - નરશી ચૌહાણ, આરોપી

આક્ષેફ : પોલીસે જ વાવેતર કરવાનું કહ્યું
ડીવાયએસપી સહિતની ટીમે આરોપીને ઝડપી લઇ પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપી નરશીએ શરૂઆતમાં તો પોલીસે જ ગાંજાનું વાવેતર કરવાનું કહ્યાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં પૂછપરછ કરતા ભોજપરીના શખ્સ સાથે ભાગમાં વાવેતર કર્યું હોવાની કબુલાત કરી હતી.

પૂછપરછમાં વધુ વિગતો બહાર આવશે
ચોટીલા તાલુકામાંથી આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કદાચ પ્રથમ વખત ઝડપાયું છે ત્યારે વાવેતર અને વેચાણમાં આ બન્ને શખ્સો સિવાય અન્ય કોઇ સંડાવયેલા છે કે કેમ તે સહિતની બાબતો બંનેની પૂછપરછ બાદ બહાર આવશે.> સી.પી.મુંધવા, ડીવાયએસપી, લીંબડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser