રોગચાળાનો ભય:વોર્ડ નંબર 11માં રહેણાક વિસ્તારમાં કેનાલનાં ગંદાં પાણીથી રોગચાળાનો ભય

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના વોર્ડ નં. 11માં કેનાલના ગંદા પાણી આવતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો. - Divya Bhaskar
પાલિકાના વોર્ડ નં. 11માં કેનાલના ગંદા પાણી આવતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો.
  • ભૂંગળા કે નાનુ નાળું બનાવી આપે તો પાણીનો આગળ નિકાલ થઇ શકે : રહીશો

સુરેન્દ્રનગર સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે પાલિકાના પ્રમુખ, બાંધકામ અને કારોબારી ચેરમેનોને રજૂઆત કરતા વિશાલ વાઘેલા, રાઠોડ સુનિલ વગેરે જણાવ્યું કે, વરસાદ ન હોવા છતાં આટલું પાણી વિસ્તારમાં આવી જાય છે. અને જો વરસાદ આવે તો વિસ્તારની કપરી પરિસ્થિત થાય છે. આ કેનાલનુ ગંદુ પાણી આજુબાજુ સોસાયટીમાં પણ ફરી વળે છે. જેમાં રોગચાળાનો સતત ભય રહે છે. સાપ,વીંછી જીવજંતુઓ પણ નીકળે છે. આથી કેનાલમાં મોટા ભુંગળા નાંખવામાં આવે કે કોઇ નાનુ નાળું બનાવામાં આવે તો રહિશોની મુશ્કેલી દૂર થાય તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...