તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રકને રોકીને પોલીસે તેને ચેક કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારુની કુલ 540 બોટલ સાથે કુલ 11,65,109નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સખ્તાઇથી ચેક કરતાં ચોર ખાનું મળ્યુંવાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજાને મળેલી બાતમીના આધારે તેઓએ તાલુકાના અરણીટીંબા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રક નંબર GJ-15-Z-1161ને ચેક કરતાં તેમાં એક ચોર ખાનું જોવા મળ્યું હતું. ચોર ખાનાને પોલીસ દ્વારા સખ્તાઇથી ચેક કરતાં તેમાં છુપાવેલ 1,62,000 રુપિયાની દારૂની 540 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત અન્ય મળીને કુલ 11,65,109ના મુદામાલ સાથે એક આરોપીને પોલીસે દબોચીં લીધો હતો.
બીજા આરોપીને પકડવા પોલીસે તાજવીજ હાથ ધરીપોલીસે ટ્રકમાં ભરેલી 540 બોટલ દારૂ જેની કિંમત રુપિયા-1,62,000, એક મોબાઈલ તેમજ રોકડ રૂપિયા અને વાહન મળીને કુલ 11,65,100ના મુદામાલ સાથે હરખારામ રેવારામ સોલંકી (ઉ.વ 40 રહે. જાનવાનાડી રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપી ભરતસિંહ હરપાલસિંહ ઝાલા (રહે. કારોલ તાલુકો ચુડા)ને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.