તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો તરખાટ:મોરબીના વાંકાનેરમાં તસ્કરોએ પાડોશીના ઘરના બહારના દરવાજા બંધ કરી બંધ મકાનને નિશાન બનાવ્યા

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીના વાંકાનેરમાં તસ્કરોએ પાડોશીના ઘરના બહારના દરવાજા બંધ કરી બંધ મકાનને નિશાન બનાવ્યા - Divya Bhaskar
મોરબીના વાંકાનેરમાં તસ્કરોએ પાડોશીના ઘરના બહારના દરવાજા બંધ કરી બંધ મકાનને નિશાન બનાવ્યા
  • ગુલશન પાર્કમાંથી એક લાખ રોકડ અને સોનાની વીંટીની ચોરી
  • પટેલવાડીમાં સોના–ચાંદીના દાગીના અને રોકડની ચોરી

મોરબીના વાંકાનેરના ચંદ્રપુરમાં આવેલા ગુલશન પાર્કમાં તેમજ પટેલવાડીમાં ગત રાત્રીના અંધારામાં તસ્કરો ત્રાટકયા હતા અને બંધ પડેલા બે મકાનોને નિશાન બનાવી આશરે એક લાખ રૂપિયા રોકડ અને એક સોનાની વીંટી ઉપરાંત બીજા મકાનમાંથી પણ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

જેમાં ચંદ્રપાર્કમાં ત્રાટકેલા તસ્કરોએ આખા ઘરમાં તમામ વસ્તુઓ વેર વિખેર કરી બોક્સ પલંગ, શેટ્ટીના ગાદલા હટાવી તેમાં પણ તપાસ કરી હતી, બંધ મકાનની અંદર પ્રવેશતા પહેલા થોડા પથ્થરો પણ સાથે લાવ્યા હતા. ઉપરાંત તસ્કરોએ પાડોશના તમામ ઘરના મુખ્ય દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. પાડોશીઓના કહેવા મુજબ તેઓ રાત્રે એકથી દોઢ વાગ્યા સુધી જાગતા હતા અને બહાર જ બેઠા હતા. તેમજ રમજાન મહિનો ચાલતો હોવાથી વહેલી સવારે સાડા ત્રણ ચાર વાગ્યે તો લોકો ઉઠી જતા હોય છે. ત્યારે વચ્ચેના આ ગાળા દરમિયાન તસ્કરો પોતાની કળા કરી ગયા.

પાછલા 10 દિવસથી ગની પટેલ પોતાના વતન ખેરવા હતા, છેલ્લા બે દિવસથી તેઓ અહીં આવ્યા હતા અને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પાછા ખેરવા ગયા હતા અને રાત્રે ચોર ત્રાટક્યાં હતા. જેથી એવું કહી શકાય કે ચોર જાણભેદુ હોય અથવા તેઓ સતત વોચ ગોઠવીને ધ્યાન રાખતા હોય.

આ ચોરો જે એક લાખ રૂપિયા ચોરી કરી ગયા તેમાં આશરે 50 હજાર રૂપિયા એવા હતા કે જે રમઝાન માસમાં જકાત આપવા માટે અલગ રાખ્યા હતા અને પચીસ-ત્રીસ હજાર ગની પટેલના પત્નિની બચત હતી અને ઘરમાં વિસ-પચ્ચીસ હજાર રૂપિયા રોકડ હતી. આમ આશરે એક લાખ રૂપિયા અને એક સોનાની વીંટી (આશરે કિંમત 15 હજાર)ની ચોરી થઈ છે. જ્યારે ચોરીના બીજા બનાવમાં મૂળ કણકોટ ગામના રહેવાસી અને વાંકાનેરમાં પટેલ વાડીમાં રહેતા અને પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા કુતુબુદ્દીન ઉસ્માન ગની શેરસીયાના ઘરમાં ત્રાટકી તસ્કરો સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરી ગયા હતા.

કુતુબુદ્દીન શેરસીયાના વતન કણકોટમાં મકાનનું કામ ચાલુ હોવાથી તેઓ ત્યાં રહેતા હોય પટેલવાડીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આમ, વાંકાનેરમાં એક જ રાત્રીમાં તસ્કરોએ બબ્બે મકાનને નિશાન બનાવી એક જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા હાલ વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ વાંકાનેર પોલિસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો