સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં મહિલાએ પટોળાના પૈસા કટકે-કટકે આપી દેવા છતાં શખ્સો દ્વારા ઘરે આવી ઉઘરાણી કરીને મહિલા સાથે અડપલા કરી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વઢવાણ પોલીસ મથકે એક મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી મહિલાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ લીંબડી રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા બળવંત હરીભાઈ જાદવ પાસેથી વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી મહિલાએ અંદાજે 4 વર્ષ પહેલા પટોળા લીધા હતા. આ પટોળાના પૈસા મહિલાએ કટકે કટકે આપી દીધા હતા. તેમ છતાં બળવંતભાઈ જાદવ, પુષ્પાબેન બળવંતભાઈ જાદવ અને વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા રાજુભાઈ જીવણભાઈ રાઠોડ વઢવાણ ગણપતિ ફાટસર રીદ્ધિનગર વિસ્તારમાં મહિલાના ઘરે આવ્યા હતા અને ઘર પાસે જઇને બળવંતભાઈએ મહિલાની એકલતાનો લાભ લઇને બાવડુ પકડી અડપલા કર્યા હતા.
આ દરમિયાન મહિલાનો પતિ આવી જતા મહિલાને બળવંતે હાથથી ઢીકાઓ મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે પુષ્પાબેન અને રાજુભાઇએ મહિલાને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વઢવાણ પોલીસે મહિલા સહિત 3 શખ્સો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.