તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:વઢવાણમાં ચપ્પલના ઘા મુદ્દે મામલો બીચક્યો, મહિલા સહિત 2 ઘાયલ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત 3 શખસ સામે ફરિયાદ

વઢવાણ નવાદરવાજા બહાર કુતરાઓ ચપ્પલો લઇને આવ્યા હતા. ત્યારે આ ચપ્પલો ઘર પાસે એક શખસે ચપ્પલોનો ઘા કરતા મામલો બિચકાયો હતો. જેમાં ઉશ્કેરાયેલા 3 શખસે લાકડી, છરી જેવા હથિયારથી હુમલો કરતા મહિલા સહિત 2ને ઇજાઓ પહોંચી હતી.

વઢવાણ નવાદરવાજા બહાર હનુમાનજીના મંદિર પાસે જતીનભાઈ જેઠાભાઈ ચૌહાણના મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે રાત્રિના સમયે જતીનભાઈની બાજુમાં રહેતા મહેશભાઈ વાણિયાના ઘર પાસે 7-8 જોડી ચપ્પલ પડેલા હતા. તેમાંથી 2-3 ચપ્પલ કૂતરા લઇને જતીનભાઈના ઘર પાસે આવતા કૂતરા પાસેથી ચપ્પલ લઇને આ ચપ્પલ જતીનભાઈએ મહેશભાઇના ઘર તરફ ફેંકતા આ બાબતે મામલો બિચકાયો હતો. જેમાં મહિલા સહિત 3 શખસે લાકડી, છરી જેવા હથિયારથી હુમલો કરતા જતીનભાઈ અને ઢીકાપાટુના માર મારતા પાલુબેનને ઇજાઓ પહોંચી હતી. જેમાં જતીનભાઈને ગાંધી બાદ વધુ સારવાર માટે ટીબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત જતીનભાઈએ વઢવાણ પોલીસ મથકે 3 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે નવા દરવાજા બહાર હનુમાનજીના મંદિર પાસે રહેતા મંજુબેન પરષોતમભાઈ ચૌહાણ, પરષોતમભાઈ દેવશીભાઈ ચૌહાણ અને વિશાલભાઈ પરષોતમભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...