તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વઢવાણમાં ઇ-સ્ટેમ્પિંગના રૂ. 300ની સામે 400ની માગણી થતાં રજૂઆત

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલકેટર, ગાંધીનગર સહિતનાં સ્થળોએ લેખિતમાં રજૂઆત

વઢવાણ મામલતદાર કચેરીમાં આવેલી ઇ-સ્ટેમ્પિંગમાં થતા ભ્રષ્ટાચાર બાબતે વઢવાણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેને લેખિતમાં જિલ્લા કલેક્ટર તેમજ ગાંધીનગર લેખિતમાં રજૂઆત કરતા ચકચાર ફેલાઇ હતી. ચેરમેન પાસે રૂ. 300ના સ્ટેમ્પ બદલ. 400ની માગણી કરી હોવાની રાવ સાથે કાર્યવાહની માગ કરી હતી.

વઢવાણ મામલતદાર કચેરીમાં આવેલી ઇ-સ્ટેમ્પિંગમાં થતા ભ્રષ્ટાચાર મામલે ઓપરેટરો અને સુપરવાઇઝર સામે આક્ષેપો સાથે વઢવાણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જાદવ ખેતાભાઈ અમરાભાઈએ લેખિતમાં ગાંધીનગર, જિલ્લા કલેકટર, નોંધણી નિરીક્ષક, સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના સ્થળોએ લેખિતમાં રજૂઆત કરતા ચકચાર ફેલાઇ હતી.

આ રજૂઆતમાં જણાવાયા મુજબ વઢવાણ ઇ-સ્ટેમ્પિંગમાં તા. 3 જુલાઈને 12.30 કલાકે અમારા રેન્ટ એગ્રિમેન્ટ માટે સ્ટેમ્પ લેવા ગયા. ત્યારે હાજર બે ઓપરેટરોએ રાહ જોવાનું કહ્યું. પરંતુ અમારા એગ્રિમેન્ટનો સમય 1.20 કલાક હોવાથી ઓપરેટરને થોડી ઉતાવળ કરવાનું કહ્યું.

આથી મજબૂરીનો લાભ લેવા માટે ઓપરેટરોએ રૂ. 300ના સ્ટેમ્પ બદલે રૂ. 400ની માગણી કરી અને પૈસા ન આપતા તેઓએ કહ્યું કે કનેક્ટિવિટી નથી અને તમને સ્ટેમ્પ નહીં મળે. આથી થોડીવાર ત્યાં ઉભા રહેતા તો તેઓએ અમારી સામે 12.30 થી 1.30 સુધી અમારી રૂબરૂ ઘણાં બધાને સ્ટેમ્પ કાઢી આપ્યા હતા.

બંને ઓપરેટરોને જણાવ્યું કે જો કનેક્ટિવિટિ નથી તો બીજા બધાના સ્ટેમ્પ કેમ કાઢો છો અને અમારા એકના જ કેમ નથી નીકળતા. તો તેઓએ જણાવ્યું કે તમે વધારે પૈસા આપો તો તમારા અત્યારે ને અત્યારે કાઢી આપું. મામલતદારને રૂબરૂ મળેલા છતાં સ્ટેમ્પ આપેલા નહી. સુરેન્દ્રનગર જિલ્લા સુપરવાઈઝરને ફોનથી જણાવતા તેઓએ કહ્યું કે તમો ઉપર જાણ કરો આ મારા હાથની વાત નથી.

આ અંગે ઇ-સ્ટેમ્પિંગના જિલ્લા સુપરવાઇઝર સોહિલભાઇએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં 20થી 25 મીનીટ સર્વર ડાઉન થઇ ગયું હતું. આ સમયગાળામાં તેઓના સ્ટેમ્પની કામગીરી થઇ શકી ન હોય. બાકી સ્ટેમ્પ આપ્યા પહેલા ઓપરેટરો પૈસા લેતા નથી.

અન્ય સમાચારો પણ છે...