દાદાગીરી:વઢવાણમાં દિવસના 1800ના વ્યાજ લેખે 2.70 લાખ માંગી ધમકી આપી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરે બળજબરી સહી કરાવી 2 ચેક લઇ લીધા
  • રૂ.20,650ના બદલે અઢી લાખની રકમ માંગતાં ફરિયાદ

વઢવાણ મૂળચંદ રોડ તીરંગા રેસીડન્સી વિસ્તારમાં રહેતા 35 વર્ષના અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મીરાણી વઢવાણ 80 ફૂટ રોડ નવરંગ સોસાયટી સામે જલારામ કીરાણા નામની દુકાન ચલાવે છે. તે દુકાન બંધ કરી અને હાલ એકાદ માસથી મૂળચંદ રોડ ઉપર દુકાન ચલાવે છે. વ્યાજે લીધેલા પૈસા બાબતે અલ્પેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં કુલ રૂ. 60,000ની રકમ વઢવાણ વૃંદાવન પાર્કવાળા સનીભાઈ મનુભાઈ રબારી પાસેથી  અલ્પેશભાઈએ ત્રણ ટકાના વ્યાજે ધંધામાં મંદીના કારણે જરૂરી હોવાથી લીધા હતા. આ પૈકી રૂ. 45,000 અલ્પેશભાઈએ આપી દીધા હતા. અને બાકી રહેતી  રકમ રૂ. 15,000 તથા ત્રણ ટકા વ્યાજ લેખે રૂ. 5650 સહિત કુલ રૂ. 20,650 આપવાના થતા હતા. આ રકમ  તા. 2-7-2020ના રોજ આપવાની અલ્પેશભાઈએ કરી હતી. પરંતુ આ રકમના બદલે અલ્પેશભાઈ પાસેથી સનીભાઈએ એક દિવસના રૂ. 1800ના વ્યાજ લેખે કુલ રૂ. 2,70,000ની માંગણી કરી હતી. આ ઉપરાંત જો પૈસા ન આપે તો જાનથી મારી  નાંખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુકાનમાંથી  બેંક ઓફ ઇન્ડિયાના  બે કોરા ચેકમાં અલ્પેશભાઈની સહીઓ કરાવી લીધી હતી. અને કહેવા લાગેલ કે  હવે તુ જો જે હું કઇ રીતે પૈસા કઢાવુ છુ તેમ કહી અલ્પેશભાઈના પિતાને પણ ઘરે આવી ધમકી આપીને મારે રૂ.  2,70,000 જોઇએ એટલે તેમ કહી  જો પૈસા નહીં  આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

3%ને બદલે આટલી બધી રકમની માંગ!
વ્યાજે લીધેલા 60 હજાર પૈકી  રૂ. 45,000 અલ્પેશભાઈએ આપી દીધા હતા. અને બાકી રહેતી  રકમ રૂ. 15,000 તથા ત્રણ ટકા વ્યાજ લેખે રૂ. 5650 સહિત કુલ રૂ. 20,650 આપવાના થતા હતા. 

અન્ય સમાચારો પણ છે...