ફરિયાદ:વઢવાણમાં પટોળાના પૈસાની ઉઘરાણી કરી અડપલા સાથે દંપતિને ધમકી આપી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણમાં મહિલાએ પટોળાના પૈસા કટકે કટકે આપી દેવા છતા શખ્સો દ્વારા ઘરે આવી ઉઘરાણી કરીને મહિલા સાથે અડપલા કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની વઢવાણ પોલીસ મથકે એક મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ હતી.

વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા મહિલાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ લીંબડી રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા બળવંત હરીભાઈ જાદવ પાસેથી વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી મહિલાએ અંદાજે 4 વર્ષ પહેલા પટોળા લીધા હતા. આ પટોળાના પૈસા મહિલાએ કટકે કટકે આપી દીધા હતા. તેમ છતાં બળવંતભાઈ, પુષ્પાબેન બળવંતભાઈ જાદવ અને વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા રાજુભાઈ જીવણભાઈ રાઠોડ વઢવાણ ગણપતિ ફાટસર રિધ્ધીનગર વિસ્તારમાં મહિલાના ઘરે આવ્યા હતા. અને ઘર પાસે જઇને બળવંતભાઈએ મહિલાની એકલતાનો લાભ લઇને બાવડુ પકડી અડપલા કર્યા હતા.

આ દરમિયાન મહિલાના પતિ આવી જતા મહિલાને બળવંતે હાથથી ઢીક્કાઓ મારી ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે પુષ્પાબેન અને રાજુભાઇએ મહિલાને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલા સહિત 3 શખ્સો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...