તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વઢવાણમાં અઠવાડિયે 2.40 કરોડ લિટર પાણીના વિતરણ સામે અધધ 1 કરોડ લિટર પાણી વેડફાય છે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વઢવાણના વિસ્તારોમાં દર પાણી વિતરણના દિવસે પાણીનો બગાડ થતો હોવાનું બહાર આવ્યુ હતુ. - Divya Bhaskar
વઢવાણના વિસ્તારોમાં દર પાણી વિતરણના દિવસે પાણીનો બગાડ થતો હોવાનું બહાર આવ્યુ હતુ.
 • ધોળીધજા ડેમમાંથી 4 ઝોનમાં દર ત્રીજા દિવસે 12 MLD એટલે કે 1.20 કરોડ લિટર પાણી અપાય છે
 • ટાંકી, કુંડી ભરાવા છતાં લોકો નળ બંધ કરતા નથી, પાલિકાએ મૌખિક સૂચનાઓ આપી
 • ચીમકી : હજુ પણ પાણીનો બેફામ બગાડ નહીં અટકે તો પાલિકા રહીશોને નોટિસ પણ પાઠવશે

વઢવાણમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાય છે. ત્યારે જુદા જુદા ઝોનમાં કુલ 12 એમએલડીનું વિતરણ કરતા તેમાંથી અંદાજે 5 એમએલડી પાણીનો બગાડ થતો હોવાની એક સર્વેમાં વિગતો બહાર આવી હતી. આથી પાણીનો બગાડ ન કરવા લોકોને મૌખિક સૂચના સાથે આગામી સમયમાં નોટિસની પણ કાર્યવાહીની તંત્રે ચીમકી આપી હતી.

વઢવાણની શહેરની જનતાને ધોળીધજા ડેમમાંથી દર પાણીના વારે 12 એમએલડી પાણી લાવીને પુરૂ પાડવામાં આવે છે. જેના માટે 75 હોર્સ પાવરની 3 મોટર અને 50 હોર્સ પાવરની 3 મોટરનો ઉપયોગ થાય છે. જે શહેરમાં કુલ 8 સમ્પ અને 5 પાણીની ટાંકીઓમાં સંગ્રહ કરાય છે. ત્યારે શહેરના ચાર ઝોનમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ દર ત્યારે પાણીનો બગાડ થતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યુ હતુ. કારણ કે દર ઉનાળાના સમયે શહેરમાં પીવાના પાણીના પ્રશ્નો થાય છે.

આથી સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકાના ચીફઓફિસર સંજયભાઈ પંડયા તેમજ એન્જિનિયર કે.જી.હેરમા દ્વારા પીવાના પાણીનો બગાડ અટકાવવા સૂચના આપી હતી. જેને ધ્યાને લઇને એન્જિનિયર જયેશભાઇ સોલંકી કુલદિપભાઈ પરમાર, વિવેકભાઈ હડીયલ સહિતની ટીમે સર્વે હાથ ધર્યો હતો. જેમાં શહેરના નવાદરવાજા બહાર અને અંદર, સતવારાપરા, ધોળીપોળ, શિયાણીનીપોળ સહિતના વિસ્તારોની શેરી,ગલ્લીઓમાં પાણીનો વેડફાટ બહાર આવ્યો હતો. અને લોકો પોતાની પાણીની ટાંકીઓ, ટાંકાઓ,કુંડીઓ ભરાઇ જવા છતા નળ બંધ ન કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

આ ઉપરાંત પીવાના પાણીનો પણ ઘરના ફળીયા, રોડ રસ્તા ધોવામાં લોકો વાપરી નાંખે છે. પરિણામે 12 એમએલડીમાં અંદાજે 5 એમએલડી પાણીનો બગાડ થતો હોવાનું તંત્રે જણાવ્યું હતુ. અને જ્યાં જ્યાં પાણીનો બગાડ થાય છે તે રહીશોને બગાડ ન કરવા તેમજ પાણી ભરાય જાય ત્યારે નળને બંધ કરવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી. જો આ બગાડ નહીં અટકે તો પાણીનો વેડફટા લોકોને નોટિસો આપી કાર્યવાહી હાથ ધરાશે.

શહેરના મુખ્ય 8 સમ્પ, તેની ક્ષમતા

 • ભક્તિનંદન પાસે: 3 સમ્પ : 10+10+20= 40 લાખ લીટર પાણી એટલેકે કુલ 4 એમએલડી પાણી
 • ધોળીપોળ: 3 સમ્પ : 10+10+10= 30 લાખ લીટર પાણી એટલે કે કુલ 3 એમએલડી પાણી
 • આંબાવાડી: 1 સમ્પ : 15 લાખ લીટર પાણી 1 એમએલડી
 • હવામહેલ: 1 સમ્પ : 10 લાખ લિટર એટલે 1 MLD ક્ષમતા

વિતરણમાં અડધો કલાક કાપ મુકાયો
વઢવાણના 4 ઝોનમાં દર પાણીના વારે 2 કલાક પીવાનું પાણી પુરૂ પડાતું હતુ. પરંતુ સર્વે દરમિયાન બગાડ થતો હોવાનું ધ્યાને આવતા અને પાણીનો બચાવ થાય તે માટે બે કલાકના બદલે હવે દોઢ જ કલાક પાણી આપવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો