તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:વઢવાણમાં શહેરનો કચરો ટ્રેક્ટરમાં ને ટ્રેક્ટરનો કચરો રસ્તા ઉપર જેવી સ્થિતિ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના 6માંથી 4 ટ્રેક્ટરની ટ્રોલી પાછળ પાટિયાં જ નથી!
  • પાટિયા આવી ગયા છે એક અઠવાડીયામાં નાંખી દેવામાં આવશે : પાલિકા તંત્ર

વઢવાણમાં કચરો ઉઘરાવવાના સાધનોની હાલત ખરાબ હોવાનું બહાર આવ્યુ છે. જેમાં છ ટ્રેકટરોમાંથી ચાર ટ્રેકટરોની ટ્રોલી પાછળના પાટીયા વગરના દોડતા હોવાથી તેનો કચરો રસ્તા પર પડતો જોવા મળતા હોવાની લોકોમાં બૂમરાણ ઉઠી છે.

વઢવાણ શહેરમાં પાલિકા દ્વારા વર્ષોથી જૂના સાધનો હાલમાં પણ કચરો ઉઘરાવવા કરવામાં દોડાવવામાં આવી રહ્યાં છે. જેમાં 9 રિક્ષાઓ ડોર ટુ ડોર કચરો ઉઘરાવી રહી છે. જ્યારે ઉકરડા તેમજ ગટરમાં રહેલો સહિતના કચરા માટે 6 ટ્રેકટરો શહેરમાં દોડાવવામાં આવી રહ્યા છે. શહેરમાં કચરો એકઠો કરવા માટે કાન્ટ્રોકટ બેજના 150 જેટલા માણસો પણ રોકવામાં આવે છે. જેની સામે શહેરમાં દરરોજ અંદાજે 17 ટન જેટલો કચરો નીકળતા તેને વર્મિકમ્પોઝ સેન્ટરમાં ઠલવવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ આ 6 માંથી 4 જેટલા ટ્રેકટરોની ટ્રોલીના પાટીયા વગરના જ કચરા માટે દોડાવવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યુ હતું.

આ અંગે કાળુભાઈ, પ્રમોદભાઈ, હરેશભાઇ વગેરે જણાવ્યું કે, ટ્રેકટરોમાં ઠેર ઠેરથી કચરો ભરવામાં આવે છે અને તેના સ્થળે ખાલી કરાઇ છે. પરંતુ આ ટ્રેકટરો જાહેર રસ્તા પરથી નીકળતા તેમાંથી કચરો નીચે પડતો હોવાથી યોગ્ય કરવુ જોઇએ. આ અંગે પાલિકાના સેનેટિશન ઇન્સ્પેકટર મોહન સાગઠીયાએ જણાવ્યું કે, ટ્રેકટરોમાં ગટરનો કચરો, ઉકરડા સહિત મોટા ભાગનો લીલો કચરો ભરાતો હોવાથી તે નીચે પડતો નથી. તેમ છતા સમસ્યા બની શકે. આગામી એક સપ્તાહમાં નાંખી દેવાની કાર્યવાહી કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો