ધોળા દિવસે લૂંટનો પ્રયાસ:વઢવાણમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના ભરેલી બેગ લઈ યુવક ભાગ્યો, લોકોએ પકડી પાડી મેથીપાક ચખાડ્યો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
વઢવાણમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના ભરેલી બેગ લઈ યુવક ભાગ્યો, લોકોએ પકડી પાડી મેથીપાક ચખાડ્યો
  • દાગીના લેવા છે તેમ કહી વેપારીની નજર ચુકવી રૂ. 50 હજારથી વધુની કિંમતના દાગીના લઇ ભાગ્યો હતો

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વિસ્તારમાં કૃષ્ણ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાનમાંથી દાગીના ભરેલી બેગ લઈ અને ભાગેલા લૂંટારૂને લોકોએ ઝડપી અને મેથીપાક ચખાડ્યો હતો. રૂ. 50 હજારથી વધુની કિંમતના સોનાના ઘરેણા લઈને યુવક ભાગ્યો હતો.

સુરેન્દ્રનગર શહેર અને વઢવાણમાં કાયદો-વ્યવસ્થા દિન-પ્રતિદીન કથળી રહી છે. લુખ્ખા અને આવારા તત્વો ટક જોઈ અને લોકોની સાથે છેતરપિંડી કે ચોરી કે લૂંટ કરવાના પ્લાન બનાવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વિસ્તારમાં બપોરના સમયે એક યુવાન જ્વેલર્સની દુકાનમાં આવ્યો હતો અને સોની વેપારીને જણાવ્યું કે, તમારી પાસે સોનાના દાગીના હોય તે બતાવો મારે લેવા છે. જેથી વેપારીએ દાગીનાઓની થેલી ખોલી અને દાગીના બતાવી રહ્યાં હતા. આ દરમિયાન યુવાન દાગીના ભરેલી બેગ લઈ અને ભાગવા લાગ્યો હતો. જોકે, વઢવાણના જાહેર માર્ગ ઉપર લોકો તેની પાછળ દોડી અને તેને પકડી પાડ્યો હતો. તેમજ મેથીપાક ચખાડ્યો હતો.

આ અંગેની જાણકારી વઢવાણ બી ડિવિઝન પોલીસમાં પણ આપવામાં આવી હતી. વઢવાણ શહેરના 80 ફુટ રોડ ઉપર શાકમાર્કેટ પાસે હરે કૃષ્ણ જ્વેલર્સ નામની કિર્તીભાઈ જગદીશભાઈ પૂજારાની દુકાન આવેલી છે. આ દુકાને એક યુવાન આવી અને પોતાના દાગીના ખરીદવા છે. તેવું જણાવી જાત જાતના દાગીના જોવા લાગ્યો હતો. ત્યારે અચાનક જ દાગીના ભરેલો થેલો ઉઠાવી અને નાસી છૂટયો હતો. પરંતુ વેપારીએ પકડો-પકડોની બુમો પાડતા લોકોએ તાત્કાલિક તેની પાછળ દોડી અને યુવકને પકડી પાડ્યો હતો અને મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો.

વઢવાણ બી ડિવિઝન પોલીસને આ અંગેની જાણકારી કિર્તીભાઈ જગદીશભાઈ પુજારા દ્વારા આપવામાં આવી હતી. ત્યારે ધોળાદિવસે આવો લૂંટનો બનાવ બન્યો હતો. પરંતુ લોકોની સાવચેતી અને કાબેલિયતના કારણે આ લૂંટ થાય તે પહેલાં જ આરોપી ઝડપાઇ ગયો હતો. આ વિસ્તારના લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. આ ઘટનાને લઆ દુકાન પાસે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...