પ્લાસ્ટિક ઝુંબેશ:વઢવાણમાં શહેરના જુદા જુદા સ્થળોથી 5 કિલો પ્લાસ્ટિકના ઝભલા પકડાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં ચેકિંગ કરાતા જુદા જુદા વિસ્તારોમાંથી 5 કિલો પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો જપ્ત કરાયો હતો. - Divya Bhaskar
વઢવાણમાં ચેકિંગ કરાતા જુદા જુદા વિસ્તારોમાંથી 5 કિલો પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો જપ્ત કરાયો હતો.
  • મોતી ચોક, મસ્જિદ ચોક, શાક માર્કેટમાં પાલિકાનું ચેકિંગ

વઢવાણ શહેરના જુદા જુદા સ્થળોએ પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત ચેકિંગ મંગળવારે કરવામાં આવ્યુ હતુ. જેમાં 20 માઇક્રોથી નીચેના પ્લાસ્ટીકના ઝબલાનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી 5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી સૂચનાઓ આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. જેના કારણે પર્યાવરણ સાથે સાથે પક્ષુઓમાં પણ આ પ્લાસ્ટિક નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. તો બીજી તરફ પ્લાસ્ટિક ઝુંબેશને લઇને સુરેન્દ્રનગર -દૂધરેજ-વઢવાણ પાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયાએ સૂચના આપી હતી.

જેને લઇને મંગળવારે પાલિકાના મલેરિયા ઇન્સ્પેક્ટર ડો. હરેશ ગોલાણી, ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર કલેક્ટર જી.કે.મુલીયા, સુપરવાઇઝર જી.બી. પરમાર, ડાયાલાલ રાઠોડ, વાઘેલા જીવણભાઈ સહિતની ટીમોએ કાર્યવાહી કરી હતી. જેમાં વઢવાણ શહેરના મોતી ચોક, મસ્જિદ ચોક, શાક માર્કેટ વિસ્તાર તેમજ નવા દરવાજા બહાર રોડ પર આવેલી દુકાનો સહિતના સ્થળોએ ચેકિંગ કરી વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. અને 20 માઇક્રોથી નીચેના પ્લાસ્ટિકના ઝબલાનો 5 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...