તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વઢવાણમાં લોખંડના દરવાજાની ચોરી કરનારા 2 શખસ ઝડપાયા

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરના બંનેને 58,200ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા

ગણપતિ ફાટસર વિસ્તારમાં વેલ્ડિંગની દુકાન બહાર રાખેલા 3 લોખંડના દરવાજા ઉઠાવી જનાર 2 શખસને ગણતરીના કલાકોમા જ વઢવાણ પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા સુરેન્દ્રનગરના આ શખસો પાસેથી રૂ. 58200નો મુદામાલ જપ્ત કરાયો હતો.

જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયા અને ડીવાયએસપી એચ.પી.દોશીની સૂચના મુજબ વઢવાણ પોલીસ મથકના સ્ટાફના માણસોની ટીમો બનાવી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. 9 કલાકમાં જ સુરેન્દ્રનગર કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે રહેતા 19 વર્ષના સદામભાઈ ઉર્ફે સોલેશન હબીબભાઇ મોવર તેમજ સુરેન્દ્રનગર સુધારા પ્લોટ રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે ત્રીજી ગલીમાં રહેતા 20 વર્ષના આરીફભાઇ સાઉદીનભાઇ જામને પકડી પાડયા હતા. આ કામગીરીમાં પીઅેસઆઇ ડી.ડી.ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ડોડિયા, વિજયસિંહ રથવી, ધીરશભાઇ વગેરે સ્ટાફ જોડાયો હતો.

સદામ સામે 12, આરીફ સામે 5 ગુના
જુદા જુદ‍ા ગુન‍ાઓ કરનાર સદામ સામે સુરેન્દ્રનગર સીટીમાં-7, જોર‍વરનગર પોલીસ મથકમ‍ાં -2, ધ્રાંગધ્રા ત‍ાલુકામાં 1 અને ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં 2 સહિત કુલ 12 ગુન‍ા નોંધાય‍ા હોવાનું બહાર આવ્યું હતું. વઢવાણ પોલીસે પકડેલા આરીફ સામે પણ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. જેમા સુરેન્દ્રનગર સિટી મથકમાં-1, વઢવાણ મથકમાં -1, ધ્રાંગધ્રા તાલુકા મથકમાં -1 અને ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમ‍ાં-2 સહિત કુલ 5 ગુના તેની સામે નોંધાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...