તંત્રમાં દોડધામ:વઢવાણમાં 12 વર્ષના બાળક સહિત જિલ્લામાં 12 લોકો કોરોના પોઝિટિવ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વઢવાણ-7, ચોટીલા-2, ધ્રાંગધ્રા-1, લખતર-1 અને એક કેસ જિલ્લા બહારના, તમામ લોકો હોમ આઇશોલશનમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે 13 કોરોના પોઝિટીવ કેસો આવ્યા હતા. સતત બીજા દિવસે એટલે રવિવારે વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ જિલ્લા બહારના વ્યક્તિ સહિત કુલ 12 પોઝિટીવ કેસો આવ્યા હતા. દિવસે દિવસે જિલ્લામાં વધતા કેસોને લઇને જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે.

સંભવીત ત્રીજી લહેરને લઇને જિલ્લામાં થોડા દિવસોથી કોરોનાએ દેખા દીધી છે. જેના કારણે જિલ્લામાં તા. 11 ડિસેમ્બર-2021થી લઇને અત્યાર સુધીમાં કુલ 67 પોઝિટીવ કેસો ધ્યાને આવ્યા હતા. તેમાંય તા. 3 થી 9 જાન્યુઆરી-2022 એટલે કે છેલ્લા 9 દિવસમાં જ આ કેસની સંખ્યાં 62 પર પહોંચી ગઇ હતી. ત્યારે તા. 9 જાન્યુઆરીને રવિવારે વઢવાણમાં 12 વર્ષના બાળક સહિત 7 કેસો ધ્યાને આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના ચોટીલામાં-2, ધ્રાંગધ્રામાં -1, લખતરમાં -1 અને 1 કેસ જિલ્લા બહારનો સહિત કુલ 12 લોકો પોઝિટીવ આવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ.

2022ની શરૂઆતમાં જ તા. 6 જાન્યુઆરીએ-17, તા. 8 જાન્યુઆરીએ-13 અને તા. 9 જાન્યુઆરીએ-12 કેસો સાથે આ ત્રણ દિવસમાં જ 42 જેટલા લોકો કોરોના સંક્રમિત બન્યા હતા. જિલ્લામાં ધીરે ધીરે વધતા કેસના કારણે જિલ્લા તંત્રમાં પણ દોડધામ મચી છે. તા. 9 જાન્યુઆરીને રવિવારના રોજ 16 કેન્દ્રો પર 3279 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે 12,81,294 પ્રથમ અને 12,38,119 બીજા ડોઝ સાથે કુલ 25,19,413 લોકોનું રસીકરણ થયુ હતુ.

અત્યાર સુધીમાં જિલ્લામાં 13,41,195 પુરૂષો અને 11,77,814 મહિલાએ કોવિશિલ્ડની 21,86,399 અને કોવેક્સિનના 3,33,014 ડોઝ લીધા હતા. જિલ્લાના 15-17ની ઉંમરના 48,834, 18-44 વયના 15,44,197, 45-60ની ઉંમરના 5,87,453 અને 60 થી ઉપરની વયના લોકોનો આંક 3,38,929 પર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...