તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધીરાણ:વાજપેયી બેંકેબલ યોજનામાં 3346 અરજી, મંજૂરી માત્ર 1667ને જ મળી

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકાર દ્વારા આત્મનિર્ભર યોજનાનાં બણગાં વચ્ચે નરી વાસ્તવિકતા
 • 3 વર્ષમાં લોનમાં અંદાજે રૂ. 27 કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાજપેયી બેંકબલ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 3346 લોનની અરજીઓ માટે જિલ્લામાં આવેલી અલગ અલગ બેંકોને લોન માટે ભલામણ કરવામાં આવી હતી.પરંતુ બેંકો દ્વારા માત્ર 50 જેટલી જ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલી લોન પેટે બેંકો દ્વારા અંદાજે રૂપિયા 27 કરોડથી વધુનું ધીરાણ કરવામાં આવ્યું છે પરંતુ 50 ટકા જેટલા અરજદારોની લોન નામંજૂર થઇ છે તે પણ વાસ્તવિકતા છે. અરજદારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અરજી કરવાની હોય છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેની અરજી અન્વયે તપાસ કર્યા બાદ બેંકને લોન માટે ભલામણ કરવામાં આવે છે.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 3346 અરજીઓમાં ભલામણ કરાઇ આવી હતી પરંતુ બેંકો દ્વારા માત્ર 1667 અરજદારોની લોન મંજૂર કરાઇ છે. વર્ષ 2017માં કુલ અરજી 1517 સામે 602, વર્ષ 2018માં કુલ અરજી 1397 સામે 553 અને વર્ષ 2019માં કુલ અરજી 1137 સામે 512 અરજીને મંજૂરી અપાઇ છે.

લોન નામંજૂર કેમ થાય?

 • ધંધા કે રોજગાર માટેનું સ્થળ યોગ્ય ન હોવું
 • જે પ્રોજેક્ટ માટે લોનની અરજી કરેલ હોય તે પ્રોજેક્ટ વાયેબલ ન હોવો
 • અરજી ફોર્મનો અભ્યાસ કર્યા વગર જ અધુરૂ ભરીને અરજી કરી દેવી
 • બેંક ક્રેડીટ ન હોવા છતાં કે અગાઉ ડિફોલ્ટર જાહેર થયા હોવા છતાં લોન માટે અરજી કરવી
 • બેંક દ્વારા દર્શાવેલા પેરામિટર એટલે કે પુરતા ડોક્યુમેન્ટ જમા ન કરાવવા
 • છેલ્લી ઘડીએ લોન માટે ના પાડી

પ્રોજેક્ટ માટે લોનની અરજી કરતાં પહેલા સક્ષમ અધિકારીનું માર્ગદર્શન લેવું જોઇએ
આ યોજનામાં મોટા ભાગે અરજદાર દ્વારા કોઇ પણ વ્યક્તિનું માર્ગદર્શન લીધા વગર સીધી અરજી કરાય છે. જેથી અપુરતા ડોક્યુમેન્ટ સહીતના કારણોને લઇને અરજી કાં તો નામંજૂર થાય છે અથવા તો લોન મળવામાં સમય લાગે છે. આથી બેંક સાથે રોજીંદો વ્યવહાર હોય તેવા વ્યક્તિ પાસેથી અરજી કરવામાં અગ્રતા આપવી જોઇએ અને સક્ષમ અધિકારીનું માર્ગદર્શન લે તો લોન નામંજૂર થવાની શક્યતા ઓછી રહે છે. - ડી.ડી.શર્મા, મેનેજર, લીડ બેંક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો