દુકાનોનાં તાળાં તૂટ્યાં:ચોટીલામાં બે દિવસમાં બે મોબાઇલની દુકાનોમાંથી કુલ રૂ. 65થી 70 હજારના મુદ્દામાલની ચોરી, દુકાનદારોમાં ફફડાટ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં બે દિવસમાં બે મોબાઇલની દુકાનોમાંથી કુલ રૂ. 65થી 70 હજારના મુદ્દામાલની ચોરી - Divya Bhaskar
ચોટીલામાં બે દિવસમાં બે મોબાઇલની દુકાનોમાંથી કુલ રૂ. 65થી 70 હજારના મુદ્દામાલની ચોરી
  • રાત્રીના અંધારામાં શટરના લોક તોડી ચોરી કરતી તસ્કરોની ગેન્ગ
  • ચોટીલા નગરવાસીઓમાં કડક રાત્રી પેટ્રોલિંગની માંગ ઉઠી

ચોટીલા શહેરમાં બે જુદા જુદા વિસ્તારોમાં બે મોબાઇલની દુકાનના તાળા તોડી ચોરી થતા મોબાઇલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ચોરીની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલામાં રાત્રીના અંધારામાં આણંદપુર રોડની સાહિલ મોબાઈલની દુકાનના શટરના કટરથી તાળા તોડી તસ્કરોએ મોબાઇલની અલગ અલગ આશરે રૂ. 15થી 20 હજારની એસેસરીઝની ચોરી કરી છે.

વધુમાં તસ્કરોએ બીજા દિવસે પણ રાત્રીના અંધારામાં ખાંડી પ્લોટમાં આવેલી રાજાવીર મોબાઇલ વાળાની દુકાનનું શટર તોડી ટેબ્લેટ, મોબાઇલ, સ્માર્ટ વોચ અને એસેસરીઝ મળી રૂ. 50 હજાર આસપાસના માલ સામાનની ચોરી કરતાં દુકાનદારો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ ચોરીની ઘટનાઓ અંગે દુકાનદારોએ પોલીસને જાણ કરતા તપાસમાં આવેલ અને અરજી લઇ તપાસ ચાલુ કરી છે. ખાંડી પ્લોટ વિસ્તારમાં 20 જેટલી મોબાઇલ દુકાનો આવેલી છે. બે દિવસમાં બે દુકાનના તાળા તૂટી ચોરીના બનાવ બનતા બજારમાં ફફડાટ ફેલાયો છે અને રાત્રી ચોકી પહેરા સાથે પેટ્રોલીંગ કડક કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...