તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું અનોખું ગામ:ચોટીલાના ગોલીડા ગામમાં 1790ની વસ્તીમાંથી 500થી વધુ લોકોને હાથ-પગમાં 6-6 આંગળી

ચોટીલા2 મહિનો પહેલા
 • ગોલીડાના સીસા જ્ઞાતિના અનેક પરિવારના સભ્યો 20ના બદલે 24 આંગળીઓ ધરાવે છે
 • આનુવાંશિક વારસા અને જનીનના કારણે તમામ સભ્યો જન્મથી હાથ-પગમાં 6 આંગળીઓ હોય છે

આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં ક્યારેક એવી અજુગતી ઘટનાઓ બનતી હોય છે કે કુદરતની કરામતનો ભેદ ઉકેલવામાં વિજ્ઞાન પણ પાછુ પડી જાય છે એવી એક અલૌકિક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ એવા ગોલીડા ગામમાં બનવા પામી છે. જેમાં માત્ર 1790ની વસ્તી ધરાવતા આ ગામમાં 500થી વધુ લોકોને હાથ અને પગમાં 6-6 આંગળીઓ મળી કુલ 20ના બદલે 24 આંગળીઓ જોવા મળતા લોકો માટે આ ઘટના આશ્ચર્યજનક બનવા પામી છે.

ગામમાં 30 ટકાથી વધુ લોકોને હાથ-પગમાં 6-6 આંગળીઓ
ગામમાં 30 ટકાથી વધુ લોકોને હાથ-પગમાં 6-6 આંગળીઓ

ગોલીડા ગામની અચૂક મુલાકાત લેવી પડે
કોઇ વ્યક્તિના હાથ કે પગમાં 6 આંગળીઓના તો અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે. પણ કોઇ ગામના 30 % લોકોની હાથ અને પગની આંગળીઓની સંખ્યા 6-6 હોવાની સાથે હાથ અને પગની મળીને 20ના બદલે 24 આંગળીઓ હોવાની આશ્ચર્યજનક જ નહીં પણ દુર્લભ ઘટના સામે આવી છે. આ અલૌકિક ઘટના જોવા તમારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ ગોલીડા ગામની અચૂક મુલાકાત લેવી પડે.

દાદાથી લઇને પૌત્ર સુધી એક જ પરિવારના તમામને 6-6 આંગળીઓ
દાદાથી લઇને પૌત્ર સુધી એક જ પરિવારના તમામને 6-6 આંગળીઓ

6-6 આંગળીઓની કુદરતી બક્ષિસ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં વસતા કેટલાક સીસા જ્ઞાતિના પરિવારોમાં ઘરના મોટાભાગના દરેક સભ્યોના હાથ અને પગમાં 6-6 આંગળીઓ કુદરતી બક્ષિસ રૂપે જોવા મળતા હાજર સૌ ક્ષણભર માટે આશ્ચર્યમાં ગરકાવ બની જાય છે. સામાન્ય રીતે દરેક સામાન્ય માનવીને હાથ અને પગમાં મળીને કુલ 20 આંગળીઓ હોય છે. ત્યારે અહીં ઘરના દરેક સભ્યોને 20ના બદલે કુલ 24 આંગળીઓ જોવા મળે છે.

હાથ અને પગમાં 6-6 આંગળીઓ
હાથ અને પગમાં 6-6 આંગળીઓ

સીસા જ્ઞાતિના એક જ પરિવારમાં બધાને 6-6 આંગળીઓ
ગોલીડા ગામના સીસા જ્ઞાતિના એક જ પરિવારના દાદા-દાદી, માતા-પિતા, ભાઇ, પુત્ર, પૌત્ર અને પૌત્રી સહિત પરિવારના સભ્યોને હાથ અને પગમાં મળી 20ના બદલે 24 આંગળીઓ જોવા મળે છે. ચોટીલા તાલુકાના ગોલીડા ગામના 500થી વધુ લોકોના બંને હાથ અને પગમાં 6-6 આંગળીઓ હોવા છતાં તેઓ ઘરકામ સહિત દરેક પ્રકારનું કામ સહેલાઈથી કરી શકે છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ગોલીડા ગામના સીસા જ્ઞાતિના પરિવારના અંદાજે 500 જેટલા લોકોમાં આનુવંશિક વારસાને જાળવતા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ પરિવારના સભ્યો ઇશ્વરીય કૃપા સ્વરૂપે આ વધારાની આંગળીઓ હોવાનું ગર્વ ભેર જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો