તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી ખૂટી:ધ્રાંગધ્રાના વોર્ડ નં-06ના રસીકરણ કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ સાથે રસી લેવા આવ્યા પણ રસી જ ખૂટી ગઇ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના વોર્ડ નં-06ના રસીકરણ કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ સાથે રસી લેવા આવ્યા પણ રસી જ ખૂટી ગઇ - Divya Bhaskar
ધ્રાંગધ્રાના વોર્ડ નં-06ના રસીકરણ કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ સાથે રસી લેવા આવ્યા પણ રસી જ ખૂટી ગઇ
  • રસી ખૂટી જતાં અનેક લોકો પાછા ફરવાની નોબત આવી

ધ્રાંગધ્રામા રસીકરણ વધારવા માટે રાત્રી રસી આપવાની કામગીરી ચાલે છે. ત્યારે ધ્રાંગધ્રા વોર્ડ નં-06માં રસીકરણની કામગીરીમા લોકો ઉત્સાહ સાથે રસી લેવા આવતા રસી ખૂટી ગઇ હતી. જેથી રસી લીધા વગર અનેક લોકો પાછા ફરવાની નોબત આવી હતી.

ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર-06 વિસ્તારમાં કોરોના વેક્સિનેશનના ભાગરૂપે 45 વર્ષ ઉપરના નાગરીકોએ પ્રથમ ડોઝ લેવાનો બાકી હતો તેવા નાગરિકોને સોમપુરાની વાડી, કાશી કુવા પાસે રાખવામાં આવ્યો હતો

મોટી સંખ્યામાં લોકો રસી લેવા ઉમટી પડ્યાં હતા, ત્યારે માત્ર પચાસ રસી લઈને આવેલા આરોગ્યની ટીમે ફરી રસી લેવા માટે દોડી ગયા હતા. ત્યારે વધુ 18 ડોઝ અવેલેબલ હોવાથી રસી કેન્દ્ર પર રસી ખુટી જતા ઘણા લોકો પરત ગયા હતા. જ્યારે આગામી દિવસો ફરી કેમ્પનું આયોજન કરી બાકી લોકોને રસી આપવાની વ્યવસ્થા કરાશે તેમ જણાવવામાં આવ્યું હતુ.

રસી કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તારના સુધરાઈ સભ્યો રફીકભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, દક્ષાબેન મકવાણા, મયુરભાઈ દવે , કિરીટસિંહ જાડેજા, વસીમભાઈ, મુકુલભાઈ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...