કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો દુનિયાથી અલિપ્ત રહી "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવવાનું આકરૂ કામ કરે છે. અગરિયાના બાળકો પણ એમના માતા- પિતા સાથે વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં રહીને રણ બસ-શાળામાં અભ્યાસ કરવાની સાથે રણમાં જ જીવન વ્યતિત કરે છે.
ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના ખારાઘોડા, ઓડું, નારણપુરા અને પાટડીના ગામોના મળીને 180 ભુલકાઓ રણ છોડી બસમાં સાયંસ સિટી જોવા નિકળ્યા હતા.
આ બાળકો રણ છોડીને બસમાં બહાર નિકળ્યા બાદ સાયંસ સિટીમાં 11 હજાર માછલીઓનું મ્યુઝિયમ, રોબટની કામગીરી, સાયંસ ટેકનોલોજી-મ્યુઝિયમ, નેચરલ પાર્ક, આદિમાનવ મ્યુઝિયમ અને ખનીજ મ્યુઝિયમ સહિતની વિજ્ઞાનની અજાયબીઓ જોઇ અચંબામાં પડ્યા હતા. અગરિયા બાળકોએ આ દ્રશ્યોને જીવનની અને કદાપી ન ભુલી શકવાની સૌથી સુખદ ક્ષણ ગણાવી હતી.
કચ્છના નાના રણની રણશાળાના 180 ઉપરાંત બાળકોએ અમદાવાદ ગુજરાત સાયન્સ-સિટીની પર્યાવરણ રક્ષક તરીકે મુલાકાત લીધી. આ મુલાકાતનું આયોજન ગુજરાત સાયન્સ-સિટી અને જનપથ તેમજ અગરિયા હિત રક્ષક મંચ દ્વારા કરવામાં આવ્યું હતુ.
ભાવનગરમા csmcri મારફત મીઠાની સારી ગુણવત્તા માટે અવનવા પ્રયોગો કરે છે. ભારત સરકારની આ સંસ્થા છે અને સમગ્ર એશિયામાં આ એક જ સંસ્થા છે. ત્યારે ખારાઘોડા, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના અગરિયાઓએ ભાવનગરની વિઝિટ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.