તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરી શિક્ષણ:હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષકો શેરી શિક્ષણ આપી રહ્યા છે

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષકો શેરી શિક્ષણ આપી રહ્યા છે - Divya Bhaskar
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષકો શેરી શિક્ષણ આપી રહ્યા છે
  • શિક્ષકો વિદ્યાર્થીઓના પોતાના વિસ્તારોમાં જઈ અભ્યાસ કરાવી રહ્યા છે

કોરોના મહામારીને કારણે કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના કલબલાટ વગર ખંઢેર બની ગઈ હોય એવું લાગે છે. ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે થઈને શિક્ષકો શેરી શિક્ષણ આપી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે સ્કૂલ-કોલેજો બંધ છે જેના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સૌના ઘરે ટીવી અને મોબાઇલની વ્યવસ્થા નથી હોતી સુખ- સુવિધાથી વંચિત લોકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને તેઓ પણ શિક્ષણ મેળવી શકે એટલા માટે થઈને શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના પોતાના વિસ્તારોમાં જઈ અભ્યાસ કરાવી રહ્યા છે

આ અંગે હળવદ તાલુકા શિક્ષણ અધિકારી દિપાબેને જણાવ્યું હતું કે, હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકો શેરી શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગેની પણ માહિતી આપી જાગૃતિ ફેલાવી રહ્યા છે શેરી શિક્ષણ થકી જે વિસ્તારમાં વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યાં પહોંચી અભ્યાસથી કોઈ બાળક વંચિત ન રહી જાય તે માટે તેમને શેરીમાં જ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...