વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે વિરાંજલી કંપની ફાઇનલ મેચ જોવા 10 હજારથી વધુ પ્રેક્ષકો ઊમટ્યા હતા. આ મેચમાં મારૂતીનંદન અને સનસાઇન ટીમ વચ્ચે દિલધડક મુકાબલામાં મેચ ટાઇ થઇ હતી. આથી ટોસ ઉછાળીને વિજેતા નક્કી કરતા મારૂતીનંદન ટીમ ચેમ્પિયન બની હતી.
વઢવાણમાં ખજૂરીવાળા મેલડીમાં માતાજીના લાભાર્થે છેલ્લા 10 વર્ષથી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કારડિયા રાજપૂત યુગા ગ્રુપ, મેલડીમાતાના ભક્તો દ્વારા કરાયું હતું. વઢવાણ તાલુકા રમતગમત મંડળે 24 એપ્રિલથી 9 મે સુધી આયોજન કરાયું હતું.જેમાં રાજ્યભરની 64 ટીમે ભાગ લીધો હતો.
ફાઇનલ મેચમાં સનસાઇન ટીમે પ્રથમ દાવ લઇ 120 રન ફટકાર્યા હતા. જ્યારે જવાબમાં મારુતીનંદન ટીમે લડત આપતા મેચ રસાકસીભરી બની હતી. અંતિમ ઓવરના છેલ્લા બોલે 2 રનની જરૂરિયાત સામે 1 રન જ બનતા મેચ ટાઇમાં પરીણમી. આથી ટોસ ઉછાળવમાં આવતા નાના કેરાળા ગામની મારૂતીનંદન ટીમ વિજેતા જાહેર થઇ હતી. આ મેચમાં 10 હજારથી વધુ પ્રેક્ષક મોડી રાત સુધી મેદાનમાં મેચની મજા માણી હતી. મારૂતીનંદન ટીમને જીતાડવા માટે હરીસિંહ બારડે હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો. મારૂતીનંદન ટીમને જીતાડવા પ્રેક્ષકોએ સતત જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
વઢવાણ વિરાંજલી એપને 4 લાખ વ્યુઅર્સ મળ્યા
વઢવાણમાં આયોજીત વિરાંજલી કપની તમામ મેચનો લાઇવ સ્કોર માટે વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વઢવાણ વિરાંજલી એપ પર 4 લાખ વ્યુઅર્સ પ્રાપ્ત થયા હતા. આ સ્કોરિંગ સતત અપડેટ કરવા માટે વિદ્યાર્થીઓએ ઉજાગરા કર્યા હતા. કોમેન્ટેટરોએ રસપ્રદ આંકડાઓ, તારણો રજૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.