નવી શાળા:ચોટીલાના નાવા ગામમાં ભીંત વગરની શાળામાં ભણતાં બાળકોને નવી શાળા મળી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા મકાનનું ભવ્ય છાત્રાર્પણ
  • હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી ભીંત વગરની નિશાળને અદ્યતન મકાન મળ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા ભવનનું ઉદ્ધાટન કરાયું હતુ. જેમાં દિવાલો વગરની શાળામાં ભણતા બાળકોને શાળાનુ અદ્યતન મકાન મળ્યું હતુ. આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર-લેખક અને સમાજસેવક જગદીશ ભાઈ ત્રિવેદીની પ્રેરણાથી ઈન્ડિયન ટ્રેમિલિ એસોસિએશન (CCTFA) કેનેડાના સહયોગથી વાદી વસાહતના બાળકોને અત્યંત આધુનીક શાળાભવન મળ્યું છે. હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી 11 લાખના ખર્ચે સરકારી શાળા બની હતી. જેમાં ચોટીલાના વાદી વસાહત નાવા ગામ ને માત્ર 3 માસમાં બનેલા 2 રૂમવાળા પાકા બિલ્ડિંગનું છાત્રાર્પણ કરાયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વભરમાં જાણીતા હાસ્ય કલાકાર અને લેખક જગદિશ ત્રિવેદીના ચાહકો તરફથી બનેલી સંસ્થા દ્વારા ચોટીલાના નાવા ગામની વાદી વસાહતને બે રૂમ વાળી પાકી શાળાનું બિલ્ડીંગ આજે સંતો, મહંતો અને આગેવાનો દ્વારા છાત્રાર્પણ થયુ હતુ. આમ તો જગદીશભાઈના પ્રયાસ દ્વારા આ પાંચમી શાળા બની છે. જેની પાછળ પણ ઇતિહાસ છે

ત્રિવેદીના વાન્ય પ્રસ્થાન પછી તેમના કાર્યક્રમની આવકમાંથી જ્યાં ખરેખર જરૂર હોય તેવા સ્થળે શાળા બનાવી આપવાનો ભગીરથ અભિગમ કરેલો. જે અંતર્ગત વાદી વસાહત નાવા ગામ ખાતે આ પાંચમી શાળા બની છે. ચોટીલા નજીક વાદી વસાહત નાવા ગામની મુલાકાતે ત્રિવેદી ગયેલા, જ્યાં તેમને વાદી (મદારી) સમાજના બાળકોને વાંસ ટેક પતરાના ટેકે ખુલ્લામાં ભણતા જોયા, ત્યારે આ જગ્યાએ નવી શાળા બનાવવાનું નક્કી કર્યું હતું.આ શાળા 11 લાખ કરતા વધુના ખર્ચે બિલ્ડીંગ બનાવેલું છે.

IFA દ્વારા બનેલી સરસ્વતિ વિદ્યા મંદિરમાં બાળકો નવા બિલ્ડિંગમાં શિક્ષણ મેળવશે આ સરકારી પ્રાથમિક શાળા છે. જે ઘણા વર્ષોથી આ જ સ્થિતિ ધરાવે છે અને તેમને અહીંયા પાકી શાળા બનાવી આપવાનો સંકલ્પ કર્યો અને ફક્ત ત્રણ મહિનામાં ધાબા વાળુ પાકી બનાવવામાં તેઓ ચાહક વર્ગના સહકારથી સફળ થયા છે.

કોવિડ કાળ કાર્યક્રમો બંધ છે તેમ છતાં ત્રિવેદીના વિદેશ વસતા ગુજરાતી ચાહકો મિત્રોના સેવા કાર્ય માટે બનેલા ઇન્ડીયન ફેમીલી એશોસીએશન કેનેડા IFAના આર્થિક યોગદાન થકી ગીબ વાદી સમાજના બાળકોને પતરાના છાયે વાસના ટેકે ખુલી શાળા આજે વર્ષો પછી એક ઓસરીએ ધાબા બાળા ચાર દરવાજા ધરાવતા બે વર્ગ ખંડ અને કંમાપાઉન્ડવાળું સરસ મજાનું સરસ્વતિ વિધ્યા મંદિર બનેલુ છે.

વિશ્વમાં જાણીતા કલાકારોના ચાહકોના યોગદાનથી બનેલી શાળા સ્વામિનારાયણ સંપ્રદાયના માધવ પ્રિયદાસજી સ્વામી, ભાઇ રમેશભાઇ ઓઝા, કેન્દ્રના મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, પદ્મ શ્રી શાહબુદીનભાઈ રાઠોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ડો.નીતિનભાઇ પેથાણી સહિતના શિક્ષણવિદો અને અગ્રણીઓના શુભ આશિર્વાદ સાથે શાળાનું છાત્રાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...