ગળામાં બેનર લગાવી વિરોધ:સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી ઉધોગના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલો, કામદારોનું નવતર વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • ખાદી ઉધોગ સાથે સંકળાયેલા કામદારો સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજુઆત કરવા દોડી આવ્યા
  • ખાદી ઉધોગમાં ખોટા નામનો ઉપયોગ કરી અને સરકારી ગ્રાન્ટનો કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી ઉધોગમા ખોટા નામનો ઉપયોગ કરી અને સરકારી ગ્રાન્ટનો કરોડો રૂપિયાની ઉચાપતની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. ખાદી ઉધોગ સાથે સંકળાયેલા કામદારો સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી ઉધોગના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે ગળામાં બેનરો સાથે વિરોધ નોંધાવતા પોલીસ પણ દોડતી થઇ હતી.

કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી ઉધોગમા ખોટા નામનો ઉપયોગ કરી અને સરકારી ગ્રાન્ટનો કરોડો રૂપિયાની ઉચાપતની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર આ મામલે સચોટ તપાસ કરાવી અને ઉચાપત કરનાર સામે કાર્યવાહી કરે તેવી માંગણી ખાદી ઉધોગ કારીગરોએ ઉઠાવી હતી. ખાદી ઉધોગ સાથે સંકળાયેલા કામદારો સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજુઆત કરવા દોડી આવ્યા હતા.

જેમાં રજૂઆતમાં SC/STને મળતી ગ્રાન્ટનો ઉપયોગ જ્ઞાતિ ફેર કરી અને ઉચાપત કરી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી ઉધોગના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે ગળામાં બેનરો સાથે વિરોધ નોંધાવતા પોલીસ પણ દોડતી થઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી ઉધોગમા ખોટા નામનો ઉપયોગ કરી અને સરકારી ગ્રાન્ટનો કરોડો રૂપિયાની ઉચાપતની વ્યાપક ફરિયાદ ઉઠવા પામતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...