તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ, બંને પક્ષમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ ચાલી રહી છે. ભાજપમાં નવા નિયમોને કારણે 9 દાવેદારના રાજકીય ભાવિ પર કાતર ફરી જઈ છે અને આ સભ્યો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. જોકે મોવડીઓના જવાબની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ કૉંગ્રેસમાં ટિકિટ મેળવવા બે જૂથ રચાયાં હતાં. જોકે મોવડી મંડળે મધ્યસ્થી કરતાં ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે.
ભાજપમાં ભંગાણ : 9 સભ્યની રાજકીય કારર્કિદી દાવ પર લાગી
ભાજપના પ્રદેશ અધ્યક્ષના નવા નિયમોને કારણે સંયુકત પાલિકામાં ચૂંટણી લડવા માંગતા હોય અને 3 ટર્મ ચૂંટણી લડી ચૂક્યા હોય અથવા 60 વર્ષની ઉંમર થઈ ચૂકી હોય તેવા નેતાઓ વિમાસણમાં મુકાયા છે. ચૂંટણીમાં 7 વ્યક્તિ 3 વાર પાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે 3 ટર્મ કેવી રીતે ગણાશે તેની કોઇ સ્પષ્ટતા કરાઈ ન હોવાથી ઉમેદવારોનાં નામ જાહેર થાય, તેની રાહ જોવાઈ રહી છે. આથી જ 7 વ્યક્તિની રાજકીય કારકિર્દી દાવ પર લાગી છે.
મહત્વની વાત એ છે કે આ 7 પૈકી ઘણા સદસ્યો એવા સક્ષમ છે કે પોતાના વોર્ડમાંથી અપક્ષ પણ ચૂંટાઇ આવેલા છે. આથી ભાજપ ઉમેદવારના નામ જાહેર કરે પછી જ બાકી રહેલા સદસ્યો પોતાની રણનીતી જાહેર કરે તેવી સ્થીતી છે. ત્યાર બાદ કેટલા સદસ્યો નાગરીક મોરચામાંથી તો કેટલાક સદસ્યો અપક્ષ પણ લડે તેમ છે. તો બીજી બાજુ કેટલાક કોંગ્રેસ સાથે પણ હાથ મિલાવવાના મુડમાં છે.તો 60 વર્ષથી મોટી ઉંમરના વડીલોએ કહયુ હતુ કે પક્ષનો નિર્ણય અમને માન્ય છે. પક્ષની સાથે જ રહીશું અને જેમને પણ ટીકીટ આપે તેમના માટે કામ કરીશું
3 ટર્મ ચૂંટણી લડેલા અને 60 વર્ષના નેતાઓ
કૉંગ્રેસનો જુગાર ભાજપના ગઢમાં કદાવર નેતાને મેદાનમાં ઉતારશે
સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને બરાબરની ટક્કર આપવા કૉંગ્રેસના નેતાઓએ કમર કસી છે. સંગઠનમાં પહેલા બે ફાંટા હતા. ચૂંટણીમાં કૉંગ્રેસના સંગઠનની ખેચતાણ ભારે પડે તેવી સ્થીતી હતી. આથી ગંભીરતાની નોંધ લઇને મોવડી મંડળે ઉકળતો ચરૂ શાંત કરવા માટે સુરેન્દ્રનગર અને વઢવાણના નેતાઓને બોલાવ્યા હતા. જેમાં કોઇ પણ જાતની ખેચતાણ વગર એક બનીને કૉંગ્રેસને જીતાડવા માટે કામે લાગી જવાનું નકકી કરીને ઘીના ઠામમાં ઘી પાડી દીધુ હતુ.
તેમાં ખાસ કરીને ટીકીટની ફાળવણી માટે કોઇ એક જૂથનું વર્ચસ્વ ન રહે એટલા માટે બંને જૂથના કુલ 7 સભ્યોની એક કમીટી બનાવી હતી જે કમીટી પાલિકાની તમામ ટીકીટો માટેનો નિર્ણય સહમતીથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે કૉંગ્રેસ આ ચૂંટણીમાં વધુ સીટો મેળવવા માટે જુગાર ખેલીને પોતાના કદાવર નેતાને દાવ ઉપર લગાવશે. અને ભાજપ માટે જે વોર્ડ મજબૂત છે તે વોર્ડમાંથી કૉંગ્રેસના મોટા ગજાના નેતાને મેદાનમાં ઉતારવાની વ્યુહરચના કરી છે.
ટિકિટનો નિર્ણય આ 7 આગેવાનોની સમિતિ કરશે
કૉંગ્રેસના મતે વોર્ડ નં 1, 4, 5, 7, 10 ભાજપ માટે જ્યારે 6, 8 અને 11 કૉંગ્રેસ માટે મજબૂત છે. આથી ભાજપના મજબૂત વોર્ડમાં કદાવર નેતાને મેદાને ઉતારવાનો કૉંગ્રેસનો દાવ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.