તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In The Monsoon Season, The Agaryas, Who Work As Black Salt In The Desert, Bury Four Months' Worth Of Drinking Water In The Ground During The Monsoon Season.

આગોતરૂ આયોજન:રણમાં કાળી મજૂરી કરીને સફેદ મીઠું પકવતાં અગરીયાઓ ચોમાસાની સીઝનમાં ચાર મહિનાનું પીવાનું પાણી જમીનમાં દાટીને ઘેર આવે છે

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
રણમાં કાળી મજૂરી કરીને સફેદ મીઠું પકવતાં અગરીયાઓ ચોમાસાની સીઝનમાં ચાર મહિનાનું પીવાનું પાણી જમીનમાં દાટીને ઘેર આવે છે
  • વરસાદી સીઝન બાદ જ્યારે અગરીયાઓ રણમાં પરત ફરે ત્યારે દાટેલું પાણી બહાર કાઢી પીવે છે
  • વરસાદી સીઝન બાદ રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કરો પણ બંધ હોય છે

રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા ગરીબ અને પછાત અગરીયાઓની ઘણી બધી કરૂણ કહાનીઓ આપણે જોઈએ અને સાંભળીએ છીએ પણ ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે રણની સીઝન પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન રણ આખુ વરસાદના પાણીથી ભરાઈ જતા મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. અને આ રણનુ પાણી દરીયાઈ માર્ગે ધીરે ધીરે ચોમાસા બાદ ખાલી થતું થાય છે. એવા સમયે અગરીયાઓ ચાર મહિના પીવાનું પાણી જમીનમાં દાટીને ઘેર આવે છે.

ચોમાસા દરમિયાન રણ આખુ વરસાદના પાણીથી ભરાઈ જતા અને બાદમાં ધીરે ધીરે પાણી ખાલી થતાં એવા સમય દરમિયાન નવી સીઝન માટે અગરિયાઓ રણમાં કામ અર્થે જતા હોય છે. એ સમયે રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કરો પણ બંધ હોય છે, ત્યારે છેવાડાનો માનવી ગણાતો અગરિયા સમુદાયને પોતાના માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન હોય છે કે પીવાનું પાણી ક્યાંથી લાવું?

એ સમયે ચારે બાજુ રણમાં કીચડ હોવાથી દશથી પંદર કિલોમીટર કીચડ ખુંદતા ખુંદતા પોતાના કામ અર્થે જતા હોય છે એવા સમયે પીવાના પાણીની અગરિયાઓ પોતે આગોતરી વ્યવસ્થા કરી રાખેલી એ કામ આવે છે. વરસાદી સીઝન પહેલાં અગરિયાઓ જ્યારે રણમાંથી ઘરે આવે ત્યારે જમીનમાં ખાડો કરી પ્લાસ્ટિકના ફુગ્ગામાં પીવાનું પાણી ભરી જમીનમાં દાટી દઇને ટ્રેક્ટરમાં સરસામાન સાથે પોતાના માદરે વતન પરત ફરે છે. અને જ્યારે ચોમાસા બાદ રણમાં કામ અર્થે જાય ત્યારે એ જ જમીનમાં દાટેલા પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. રણમાં "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવતા છેવાડાના માનવીની દારૂણ્ય વાસ્તવિકતા છે.

અન્ય સમાચારો પણ છે...