ઉત્તરાયણનો ઉત્સાહ:છેલ્લી ખરીદીમાં રૂ. 2 કરોડના પતંગ વેચાશે, 300થી વધુ વેપારીને મકરસંક્રાંતિ ફળવાની આશા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 1.50 કરોડનો વેપાર થયો હતો : આ વર્ષે 15%ના ભાવવધારા છતાં 25 ટકાના વધારાની શક્યતા

ઉત્તરાયણના પર્વની ઉજવણીને હવે એક દિવસ જ આડો છે. કોરોનાનો કપરો સમય હોવા છતાં ગત વર્ષ કરતાં પતંગના વેપારમાં 25 ટકા વધારો થયો છે, જે જોતાં આ વર્ષે અંદાજે રૂ. 2 કરોડના પતંગ-દોરાનું વેચાણ થવાની શક્યતા છે. પતંગ બજારમાં રોનક જોવા મળી રહી છે. લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે બજારમાં ઉમટ્યા છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ અને દોરાના વેચાણમાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. ગત વર્ષે દોઢ કરોડના વેચાણ સામે આ વર્ષ 2 કરોડ જેટલા વેચાણનો અંદાજ છે. ગત વર્ષે પતંગ, દોરી અને દોરીની રીલના ભાવમાં 15થી 20 ટકા ભાવવધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે 300થી વધુ વેપારીઓ પતંગ વેચી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં તૈયાર ફિરકીનું ચલણ વધતા દોરી પાવાનું પ્રમાણ ઘટ્યું
પતંગના શોખીનો તૈયાર ફિરકી લેવાની જગ્યાએ દોરી પાવા માટે જાણીતા લોકો પાસે દોરી પાવાનું પસંદ કરતા હતા. પરંતુ ધીરે ધીરે ટ્રેન્ડ બદલાયો છે.અને લોકો તૈયાર દોરીની ફીરકીઓ ખરીદતા થયા છે આથી દોરી પાવામાં અંદાજે 75 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, જેથી દોરી પાતા કારીગરોએ મંદીનો સામનો કરવો પડયો હતો.

3 દિવસ મોડે સુધી વેચાણ ચાલુ રાખવા વેપારીઓની માંગ
સુરેન્દ્રનગર શહેરના પતંગ દોરાના વેપારીઓએ પોલીસને માંગકરી હતી.જેમાં દર વર્ષે છેલ્લા દિવસોમાં પતંગ દોરાની ખરીદી માટે લોકો નિકળતા હોય છે.આથી ઉતરાયણના આગળના બે દિવસો થોડુ મોડે સુધી નિયમોના પાલન વેપાર કરવાની માંગ કરવામાં આવી હતી.

ભાવમાં વધારો પરંતુ છેલ્લે ઘરાકીની આશા
હાલ કાગળ, પતંગની કમાન ઢઢ્ઢો સહિત મટીરીલના ભાવમાં વધારો થયો છે.જ્યારે પહેલા પતંગના લેબરમાં 100 પતંગ બનાવવાના 170થી200 હતા તે 250 400 રૂપીયા થઇ જતા ભાવમાં વધારો આ વર્ષ થવા પામ્યો છે.શરૂઆતથી પતંગ ખરીદીમાં લોકો ઓછા છે પરંતુ છેલ્લા દિવસોમાં દર વર્ષ ઘરાકી વધે છે એટલે આ વર્ષ પણ છેલ્લે ઘરાકી ખુલવાની આશા છે. > તુષારભાઇ શાસ્ત્રી, પતંગ હોલસેલ વેપારી

નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે

‘ઉત્તરાયણમાં નિયમ ભંગની ફરિયાદ આવશે એટલે તુરંત કાર્યવાહી કરાશે. સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે, તેનો ઉત્તરાયણના દિવસે લોકોએ અમલ કરવાનો રહેશે. આ બાબતે જાહેરનામાના ભંગ કરશે, તેની સામે પોલીસ કાર્યવાહી કરશે. તમારી આજુબાજુમાં ક્યાંય નિયમોનો ભંગ થતો હોય તો પોલીસ કંટ્રોલમાં જાણ કરવી.’ > એચ. પી. દોશી, ડીવાયએસપી, સુરેન્દ્રનગર

​​​​​​​શરતી ઉત્તરાયણ

  • અગાશી પર બહારની વ્યક્તિને પ્રવેશ નહીં
  • જાહેર સ્થળો ખુલ્લા મેદાનો રસ્તાઓ પર એકત્રીત થઇ પતંગ નહીં ચગાવી શકાય
  • માસ્ક વગર ભેગા નહીં થવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે સેનેટાઇઝરનીવ્યવસ્થા કરવાની રહેશે
  • મકાન, ફ્લેટ, ધાબા સોસાયટીના મેદાનમાં રહીશ સિવાય કોઇને પ્રવેશ આપવો નહીં જો આવશેતો અધિકૃત વ્યક્તિની જવાબદારી રહેશે
  • કોઇ જાહેર જનતાની લાગણી દુભાય કે સુલેહશાંતી ભંગ થાય તેવા લખાણ ચિત્રોપતંગપર લખી નહીં શકાય
  • ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...