ચક્ષુદાન:જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 361 લોકોએ ચક્ષુદાન કર્યું

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં 37મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરાઇ રહી છે. ચક્ષુદાન માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં 37મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરાઇ રહી છે. ચક્ષુદાન માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
  • 9 સપ્ટેમ્બર-22 સુધી જિલ્લામાં 37મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

સુરેન્દ્રનગર જિલ્લામાં 37મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરાઇ રહી છે. તા. 25 ઓગસ્ટથી તા. 2 સપ્ટેમ્બર સુધીમાં 2 લોકોએ ચક્ષુદાન કર્યું હતું. જ્યારે છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં 361 લોકોએ 722 આંખોનું ચક્ષુદાન કર્યું હતું. આમ 1 વ્યક્તિના ચક્ષુદાનથી 2 કીકીગ્રસ્ત અંધજનોને રોશની મળે છે. ચક્ષુદાન એ મહાદાન છે. આથી જ ઝાલાવાડ ચક્ષુદાનમાં ઘણીવાર અવ્વલ નંબર પર રહ્યો છે. ત્યારે એનપીસીબી એન્ડ વીઆઈ ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા દર વર્ષે ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે.

બીજી તરફ ચક્ષુદાનની કામગીરીને આઝાદીના અમૃત મહોત્સવમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સામેલ કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે 37મુ ચક્ષુદાન પખવાડીયું તા. 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર-2022 સુધી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર ડો. જયેશ એમ.વસેટીયનના માર્ગદર્શન નીચે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આંખ વિભાગની ઓપીડીમાં આવતા તમામ દર્દીઓને ચક્ષુદાન અંગે માહિતી આપવામાં આવી અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક દર્દીઓ પોતાની મરજીથી ચક્ષુદાન કરવાની ઇચ્છા જાહેર કરી સંકલ્પપત્ર પણ ભર્યાં હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં 2018-19 થી 2022ને જુલાઇ એટલે છેલ્લા 5 વર્ષમાં 361 લોકોએ 722 ચક્ષુદાન કર્યું હોવાની સરકારી ચોપડે નોંધાયું હતું. 1 વ્યક્તિના ચક્ષુદાનથી 2 કીકીગ્રસ્ત અંધજનોને રોશની મળી શકે છે. મૃત્યુ પછી 6થી 8 કલાકમાં ચક્ષુદાન કરી દેવાનું હોય છે. અને જિલ્લાના લોકોને આ પખવાડિયામાં ઉત્સાહભેર ભાગ લેવા સુરેન્દ્રનગર નેત્ર સર્જન ડો. રોની આર.મહેતાએ જણાવ્યું હતું.

9 દિવસમાં 237 લોકોએ ચક્ષુદાન સંકલ્પપત્ર ભર્યાં
​​​​​​​કોઇને જીંદગી માટે અંગ સહિતના દાનનું મહત્ત્વ વધી જાય છે. અને મોટી સંખ્યામાં પણ આવા પ્રકારના દાન કરતા હોય છે. 37મા ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં 237 લોકોએ પોતાની આંખો બીજા માટે રોશની સમાન બને તે માટે ચક્ષુદાનના સંકલ્પો લીધા હોવાની વિગતો બહાર આવી હતી. આમ 25 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર-2022 સુધી એટલે કે 9 દિવસમાં 237 લોકોએ ચક્ષુદાન કરવાની ઇચ્છા જાહેર કરી સંકલ્પપત્ર ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...