દારૂનો નાશ:સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રૂપિયા રૂ. 92.73 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રૂપિયા રૂ. 92.73 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રૂપિયા રૂ. 92.73 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
  • કુલ 41 હજાર 324 વિદેશી બોટલોનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું
  • એસડીએમ પાટડી અને ડીવાયએસપી ધ્રાંગધ્રા અને નશાબંધી અધિકારીની હાજરીમાં દારૂનો નાશ કરાયો

પાટડી નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી શનીવારે પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડા પોલિસ મથકના મળી કુલ રૂ. 92.73 લાખની 41,324 વિદેશી બોટલોનો નાશ કરાયો હતો. આ કાર્યવાહીમાં એસડીએમ પાટડી અને ડીવાયએસપી ધ્રાંગધ્રા અને ચારેય પોલીસ મથકના પીએસઆઇની હાજરીમાં ચવિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જિલ્લામાં પકડવામાં આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો ઝડપથી નાશ કરવાની સુચના આપવામાં આવી હતી. જે સુચના અંતર્ગત ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ પાટડી પોલીસ સ્ટેશન, માલવણ પોલીસ સ્ટેશન અને દસાડા પોલીસ સ્ટેશન અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં પકડીને રાખવામાં આવેલો મુદ્દામાલ જેમાં ભારતીય બનાવટની નાની મોટી બોટલો અને બિયર ટીન મળી કુલ નંગ- 41,324 ને નાશ કરવાની મંજૂરી પાટડી નામદાર કોર્ટમાંથી મેળવી હતી.

શનીવારના રોજ પાટડી એસડીએમ રૂતુરાજસિંહ જાદવ અને ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા અને નશાબંધી અધિકારી, સુરેન્દ્રનગર અને પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા, બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા, દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા અને ઝીંઝુવાડા પોલિસ મથકના પીએસઆઇ વી.પી.મલ્હોત્રાની હાજરીમાં પાટડી જૈનાબાદ રોડ પર આવેલા સોલાર પ્લાન્ટની બાજુમાં આવેલી સરકારી પડતર ખરાબામાં બે પંચોની હાજરીમાં જેસીબી અને રોલર વતી ભારતીય બનાવટની નાની મોટી બોટલો તથા બીયરટીન મળી કુલ નંગ- 41,324 કિંમત રૂ. 92.73 લાખના મુદામાલ પર બુલડોઝર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...