તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રાજકોટની ટીમે 10.4 ઓવરમાં જ લક્ષ્યાંક પૂરો કર્યો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વેજેતા ટીમ શિવશક્તિ ઇલેવન - Divya Bhaskar
વેજેતા ટીમ શિવશક્તિ ઇલેવન
 • ક્ષત્રિય સમાજ અને કરણીસેના આયોજીત ટૂર્નામેન્ટ સંપન્ન

ઝાલાવાડ ક્ષત્રીય સમાજ અને કરણી સેના દ્વારા 7 દિવસીય ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યની 32 ટીમે ભાગ લીધો હતો. જેની રવિવારે ફાઇનલમાં સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ અને રાજકોટની શિવશક્તિ ઇલેવન ટીમ ટકરાઇ હતી. જેમા રાજકોટની ટીમે 10.4 ઓવરમાં 123 રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો.ઝાલાવાડ ક્ષત્રીય સમાજ અને કરણીસેના સુરેન્દ્રનગરમાં 8મી વર્ષીક ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયુ હતુ. જેમાં રવિવારના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચો રમાઇ હતી.

સેમીફાઇનલ મેચમાં પ્રથમ સેમીફાઇનલ કચ્છની બાપાદયાલુ ઇલેવને ટોસ જીતી પ્રાથ દાવ લીધો હતો. જેમાં 12 ઓવરમાં 108 રન બનાવી શકી હતી. જેના જવાબમાં રાજકોટની શિવશક્તિ ઇલેવને 11.4 ઓવરમાં 108 રન બનાવી લેતા ટુર્નામેન્ટની પ્રથમ ફાઇનલમાં પહોંચનાર ટીમ બની હતી. જ્યારે બીજી સેમીફાઇનલમાં પ્રથમદાવ ભાવનગરની ગોહિલ રાજ ટીમે લેતા 12 ઓવરમાં 125 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમે 10.4 ઓવરમાં જ 125 રન પુર્ણ કરી લેતા બીજી ફાઇનલીસ્ટ ટીમ બની હતી. આમ ફાઇનલમાં રાજકોટની શિવશક્તી ઇલેવન અને સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમ ટકરાઇ હતી.

જેમાં ટોસ જીતી જય ઝાલાવાડ ઇલેવન ટીમે પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કરતા 12 ઓવરમાં 123 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શિવશક્તિ ઇલેવન ટીમે 10.4 ઓવરમા ંજ 125 રન પુર્ણ કરી લેતા ચેમ્પીયન બની હતી. આ મેચના મેન ઓફધ મેચ 3 ઓવરમાં 9 રન આપી 3 વિકેટ લેનાર બાલકૃષ્ણસિંહ જાડેજા, મેનઓફધ સીરીઝ 59 રન સાથે 10 વિકેટ લેનાર વિરેન્દ્રસિંહ વાઘેલા, બેસ્ટ બોલર 11 વિકેટ સાથે યુવરાજસિંહ ઝાલા, બેસ્ટ બેટ્સમેન 173 રન બનાવનાર બ્રજરાજસિંહ ચુડાસમા બન્યા હતા.

આ વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને 21 હજાર અને 11 હજાર રોકઝાલાવાડ ક્ષત્રીય સમાજ પ્રમુખ રૂદ્રદતસિંહ ઝાલા, કરણી સેના અધ્યક્ષ જે.પી.જાડેજા, પાલિકા પુર્વકારોબારી ચેરમેન બકાલાલ પરમાર , હસ્તે એનાયત કરાઇ હતી. આ પ્રસંગે એ યુવાનોને રમતમાં રસ કેળવવા ક્રિકેટ , વોલીબોલ, ફુટબોલ સહિત રમતોનું પણ આયોજનની તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો